માણાવદરમાં ઉમિયા મહિલા મંડળના બહેનો દ્વારા સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવામાં કાર્યક્રમ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
આજરોજ પુષ્ય નક્ષત્ર ના દિવસે માણાવદરના બાગ દરવાજા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે ઉમિયા મહિલા મંડળના બહેનો દ્વારા 400 બાળકોને સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. સુવર્ણ પ્રાસના ટીપા પીવડાવવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચનશક્તિ વધે છે, યાદશક્તિ વધે છે, બાળકોનો સર્વાંગી વિકાસ ઝડપથી થાય છે, તાવ, શરદી, ઝાડા, ઉલટી જેવા વાઇરલ ઇન્ફેક્શનથી બચાવે છે આજના કાર્યક્રમમાં જૂનાગઢ માં દર પુષ્ય નક્ષત્ર ના દિવસે સુવર્ણ પ્રાસન નો કેમ્પ કરનારા  મનિષાબેન ફળદુ, મનસુખભાઈ આરદેશણા, સરકારી હોસ્પિટલના ડો.પારૂલબેન હડિયલ, ભાવેશભાઈ માકડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા  ઉમિયા મહિલા મંડળના સિનિયર આગેવાન ગીતાબેન મકવાણા, ઉમિયા મહિલા મંડળના પ્રમુખ કાજલબેન મારડિયા તથા ઉમિયા મહિલા મંડળના બહેનોએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.