મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પોલીસે કતલખાને લઇ જવાતાં પશુ ભરેલા આઇસર સાથે 2 કસાઇને દબોચ્યાં

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પોલીસે  રહેમાનપુરા થી મહેકુબપુરા કતલખાને લઇ જવાતી ભેંસો ભરેલું આઇસર ડભોડા નજીકથી પકડી ઝડપાયેલા 2 કસાઇની કબુલાત મુજબ મહેકુબપુરાના 3 અને રહેમાનપુરાના 1 મળી 4 કસાઇ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 7 ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપી હતી. મહેકુબપુરા પશુઓને કતલખાને ધકેલવાનું હબ બનતું જઇ રહ્યું છે. વારંવાર પોલીસ દ્વારા કસાઇઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા છતાં આ પ્રવૃત્તિ બંધ થઇ નથી. રવિવારે ખેરાલુ પોલીસે ડભોડા પાસે આઇસરને ભેંસો ભરીને પસાર થતાં અટકાવ્યું હતું.

મહેકુબપુરાના ચાલક બલોચ અકરમખાન અયુબખાન અને સોહીલખાન રમજાનખાને રહેમાનુપરાના માજીદ સીંધીના ત્યાંથી 7 ભેંસો ભરી મહેકુબપુરાના સાહેબખાન સોહરાબખાન બલોચના ત્યાં કતલખાને લઇ જતા હોવાનું જણાવતાં પોલીસે બંનેની ધરપકડ કરી અને રૂ.5 લાખનું આઇસર જપ્ત કરી રૂ.1.05 લાખની કિંમતની 7 ભેંસો પાંજરાપોળમાં મોકલી 4 સામે ગુનો નોંધી બાકીના બેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.