ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ખેરાલુમાં વરસાદ વચ્ચે વીજળીના કડાકા સાથે 1 દુકાનનું છજુ તુટી પડતાં દુકાનના ઓટલા પર બેસેલો કીશોર કાડમાળ નીચે દબાઇ જતાં માથામાં ગંભીર ઇજાઓ થઇ. જેને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યો.
ખેરાલુના નીલંકઠ મહાદેવની સામે આવેલા મહોલ્લામાં રહેતા અને ગુલ્ફીનો ધંધો કરતા બાલાજી ઠાકોરનો 15 વર્ષિય પૌત્ર સચિન ઉમાજી ઠાકોર ગુરૂવારની મોડી સાંજે ખારીકૂવી પાસે આવેલી ગોળી બિસ્કીટની એક બંધ દુકાનના ઓટલા ઉપર બેસી વરસાદની મજા માણી રહ્યો.
આ દરમિયાન અચાનક કડાકા સાથે વીજળી પડવાથી દુકાનનું છજુ તુટીને નીચે પડતાં ઓટલા પર બેસેલો કિશોર કાટમાળમાં દબાઇ ગયો. જેને માથામાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી બેભાન હાલતમાં 180 મારફતે સારવાર અર્થે ખેરાલુ સિવિલમાં લઇ જવાયો હતો. જ્યાં કિશોરની હાલત ગંભીર જણાતાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કર્યો હતો. ઉલ્લેખનિય છે કે કિશોરનો પરિવાર તેને લઇને દવાખાને પહોંચ્યો.
ત્યાં આજ કિશોરના રહેણાંક મકાનની દરવાજા પાસેની કાચી દિવાલ ઘસી પડતાં બાકોરૂ પડી જવા પામ્યું હતું. ખેરાલુમાં અનેક મકાનો ભયજનક છે. ખેરાલુમાં મોડી રાતે બનેલી આ ઘટનામાં પાલિકા તંત્રએ રાતોરાત કાટમાળ ખસેડી લીધો હતો. પરંતુ શહેરમાં જુના અનેક મકાનો એવા છે જે ગમે ત્યારે તુટી પડે તેમ છે છતાં તંત્રએ આવા મકાનો ઉતારવા કોઇ જ કાર્યવાહી નથી કરી.