— ૨૦૧૫- ૨૦૧૭ માં પૂર આવતા સ્કૂલોમાં વ્યાપક નુકસાન થવાથી સ્કૂલોના નવા ઓરડા બનાવવામાં આવી રહ્યા છે :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાની કરજોડા પ્રાથમિક શાળામાં ભર ચોમાસામાં સ્કુલના ઓરડા ઉતારતા પહેલા સ્કૂલ દ્વારા વૈકલ્પિક
સુવિધા ન કરાતા ભર ચોમાસામાં બાળકો ખુલ્લા મેદાનમાં અને ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા હતા. કરજોડા પ્રાથમિક શાળામાં નવા ઓરડા બનાવાનું કામ ચાલુ કરાતા ધોરણ ૧ થી ૭ ના બાળકો જીવના જોખમે ઝાડ નીચે ભણતા નજરે પડ્યા હતા. જોકે ચોમાસામાં ભેજને લઈ બાળકોને જીવ જોખમમાં ભણી રહ્યા છે.

સરકાર દ્વારા નવીન ઓરડા બનાવા ટેન્ડર પાસ થતા કોન્ટ્રાકટરે સ્કૂલના ૭ ઓરડા
ઉતારતા બાળકોને ખુલ્લામાં ભણવાનો વારો આવ્યો છે. જોકે ભર ચોમાસામાં ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા છે. એક દિવસ પહેલા દાંતા તાલુકાના ઓરડા ઉતારતા સ્લેબ ધરાશાયી થતા મજૂરો દટાયા હતા. જેને લઈ ગામલોકો દ્વારા આક્ષેપો કર્યા હતા કે જો કોઈપણ બાળકો પર કોઈ બનાવ બનશે તો જવાબદાર કોણ રહેશે.

જોકે બે વર્ષથી કોરોના કાળમાં બાળકોનું ભણતર બગડ્યું હતું જેને લઈ હાલમાં નવા ઓરડા બનાવતા સ્ફુલોમાં બાળકોને ભણવામાં ખૂબ તકલીફ રહી છે બનાસકાંઠા જિલ્લામાં ૨૦૧૫ અને ૨૦૧૭ માં વધારે વરસાદ પડવાથી પ્રાથમિક સ્કૂલોમાં વ્યાપક નુકસાન થવાથી સ્કૂલોના ઓરડામાં ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા તેને લઈ હાલ નવા ઓરડા બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર