— સરપંચે વિકાસ નું બહાનું કાઢી લીમડા,વખડા સહિતના 40 કરતા વધારે વૃક્ષો કપાવી નાખ્યા હોવાનો આક્ષેપ
— ઝાડ કપાવી લાકડું બારોબાર વેચી મારી પૈસા વાપરી દીધા હોવાનો આક્ષેપ
ગરવી તાકાત મહેસાણા : કડી ના માહરજપુરા ગામમાં ગામના નાગરીકે સરપંચ ઉપર વૃક્ષ છેદન સહિતની પ્રવૃતિનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશન, મામલતદાર,ટીડીઓ,કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતા ગામમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
ગામના અમિતકુમાર વાસુદેવભાઇ પટેલે સરપંચ હસમુખભાઈ પટેલ અને જેસીબી ના ચાલક વિરૂદ્ધ ઉચ્ચ કક્ષાએ પત્ર લખી પગલાં ભરવા માંગણી કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગામના લોકો જે લીમડાનાં ઝાડ નીચે બેસતા હતા તે લીમડો તેઓએ જેસીબી ની મદદ થી બ્લોક નાખવાના હોવાનું કારણ આપી મૂળ સુધી કાપી નાખ્યો હતો.
આ ઉપરાંત થોડા સમય પહેલા પણ તેમણે ગામના બાવળ, લીમડા, વખડાં સહિત ના 40 કરતા વધારે ઝાડ કાપી તેનું લાકડું વેચાણ કરી તેના પૈસા તેમણે બારોબાર ઉચાપત કરી અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યો હોવાના આક્ષેપ કરતા ગામમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. તેમણે ઉચ્ચ કશાએ પત્ર લખી સરપંચ અને જેસીબી ના ચાલક વિરૂદ્ધ પબલિક પ્રોપર્ટી ડેમેજ,વૃક્ષ છેદન સહિતની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
કડીના મહારાજપુરા ના અમિતભાઈએ વધુમાં જણાવ્યુ હતુ કે ગામના લીમડાઅો પર રાષ્ટ્રીય પક્ષી વર્ષોથી મોર રાત્રિ નિવાસ કરે છે આ લીમડો કપાઈ જતાં રાષ્ટ્રીય પક્ષી મોરનું આશ્રયસ્થાન નષ્ટ થયું છે અને વન્યપ્રાણી અધિનિયમ 1972 સેક્શન-9 મુજબ સરપંચ વિરૃધ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી