કડીના આનંદપુરા ગામે ગાળો નહિ બોલવા મામલે ગામનાજ 4 લોકો એ પતિ પત્નીને માર માર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— રબારી સમાજના 4 લોકો વિરુદ્ધ ફરિયાદ :

ગરવી તાકાત મહેસાણા :  નંદાસણ નજીક આવેલા આનંદપુરા ગામે  મહોલ્લામાં ગાળો નહિ બોલવાનું કહેતા રબારી સમાજના ચાર લોકો ઉશ્કેરાઇ ગયા બાદ પતિ પત્ની પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી સમગ્ર મામલે ઇજા પામેલા પતિ પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાદમાં મહિલાએ નંદાસણ પોલીસ મથકમાં ગામનાજ ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
નંદાસણ નજીક આવેલા આનંદ પુરા ગામે રહેતા પટેલ પ્રીતિ બેન અને તેમના પતિ પોતાના ઘર પાસે બેઠા હતા એ દરમિયાન તેમના વાસમાં રહેતા કેટલાક લોકો  ફરિયાદીના ઘર પાસેથી ગાયો હકીને જતા હતા એ અને તેમની પાછળ ગામના રબારી અજય, રબારી વિજય, રબારી નિકુંલ,રબારી રવિ મન ફાવે એમ ગાયો હાકનાર લોકોને ગાળો બોલતા હતા ફરિયાદી અને તેના પતિએ ગાળો નહિ બોલવાનું કહેતા આ ચાર યુવકો ઉશ્કેરાઇ ગયા હતા
બાદમાં ફરિયાદીના પતિને લાકડીઓ મારી ઇજા પહોંચાડી હતી હદમાં ફરિયાદી પોતાના પતિને છોડાવવા જતા તેણે પણ ઇટનો ટુકડો મોઢા પર મારતા ગરિયાદી લોહીલુહાણ થઈ ગયા હતા બાદમાં લોકો આવી જતા હુમલો કરનાર ભાગી ગયા હતા અને ઇજા પામનાર પતિ પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે ફરિયાદીએ નંદાસણ પોલીસ મથક માં ચાર સામે ફરિયાદ નોંધાવી હતી
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.