ગરવી તાકાત મહેસાણા : વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત કડી પ્રાંત કક્ષાના આયોજિત વિકાસના કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર અને કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ કડી પ્રાંત કક્ષાના કડી/બેચરાજી/જોટાણા તાલુકાના વિકાસ
કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કડી તાલુકાના ૫૩ કામોનું લોકાર્પણ અને ૩૭ કામોનું ખાતમુહુર્ત,બેચરાજી તાલુકાના ૧૯ કામોનું લોકાર્પણ અને ૧૩ કામોનું ખાતમુહુર્ત ખાતમુહુર્ત,જોટાણા તાલુકાના ૨૯ કામોનું લોકાર્પણ અને ૩૯ કામોનું ખાતમુહુર્ત,માર્ગ અને મકાન પેટા વિભાગ કડી(રાજ્ય) ૧ કામનું લોકાર્પણ અને માર્ગ અને મકાન પેટા વિભાગ કડી(પંચાયત) ૧૭ કામોનું લોકાર્પણ અને ૩૩ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈએ જણાવ્યું કે,સમગ્ર દેશ આજે આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યો છે.આજે ડબલ એન્જિનની સરકારે વિકાસની નવી
ઊંચાઈઓ સર કરી છે.ભારત સરકાર અને રાજ્ય સરકારે દેશ અને રાજ્યનો સમાવેશી વિકાસ થાય એ માટે સતત કાર્ય કરી રહ્યું છે.

પ્રમુખએ પણ ઉમેર્યું કે,ડબલ એન્જીનની સરકારે મહિલા સશક્તિકરણ,ખેડૂતોનું કલ્યાણ,ઉદ્યોગોનો વિકાસ,રોડ-રસ્તા,આધારભૂત માળખું જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કરીને દેશ આત્મનિર્ભર બને એ માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ જણાવ્યું કે,ડબલ એન્જિનની સરકારે વિવિધ યોજનાઓ થકી જનતાનું કલ્યાણ કર્યું છે.આજે આયુષ્માન ભારત યોજના થકી જનતાનું સ્વાસ્થ્ય સમૃદ્ધ બન્યું છે.તેમજ આજે ગામડાઓમાં રોડ-રસ્તા,શાળા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરેનો વિકાસ થયો છે.
આ વેળાએ ડિસ્ટ્રિક બેંક મહેસાણાના વિનોદભાઇ પટેલ, પ્રાંત અધિકારી પી.સી.દવે ,બેચરાજી તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન પટેલ,કડી તાલુકા પંચાયતના પ્રમુખ અજીત પટેલ,જોટાણા તાલુકા પંચાયતના પ્રમુખ બળદેવભાઈ સોલંકી, ,વિવિધ અધિકારી ગણ,સરપંચશ્રીઓ,તલાટી કમ મંત્રીઓ અને ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી