— સદનસીબે કોઇ જાનહાની નહીં :
— કડીના વિડજ નજીક ની ઘટના :
— હાથીની અંબાડી ઉપર છત્રીને અડ્ડો વીજ વાયર :
ગરવી તાકાત મહેસાણા : કડીમાં અડાલજથી કાસ્વા ગોગા મહારાજ મંદિર સુધી ભવ્ય ગોગા મહારાજની મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું
5 ઑક્ટોબરના દિવસે કડીના કાસ્વા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરેથી ગોગા મહારાજની મૂર્તિને લઈને ભૂવાજી અને ભક્તજનો બાય ફ્લાઇટ કાશી ખાતે ગોગા મહારાજની મૂર્તિને અભિષેક તેમજ ગંગા સ્નાન કરાવવા માટે લઇ જવામાં આવી હતી અને 9 ઓક્ટોબરે રાત્રે બાયપ્લેન ગોગા મહારાજની મૂર્તિ લઈને અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં હતાં
કડીના કાસ્વા ગોગા મહારાજના મંદિરેથી ગોગા મહારાજની મૂર્તિને કાશી વિશ્વનાથમા મૂર્તિનો અભિષેક અને કાશી વિશ્વનાથ દાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો અને પરત દસ ઓક્ટોબરે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા 10 ઓક્ટોબર ના દિવસે અદાલતી કડી ચકાસવા સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ અને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
અડાલજથી કડીના કાસ્વા ધામ ગોગા મહારાજના મંદિર સુધી ભવ્ય ગોગા મહારાજની મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડયાં હતાં અને અડાલજથી વિવિધ વિસ્તારોમાં થઈને કડીથી વિદર્ભ થઈને કાસવા ગામે પહોંચવાની હતી જે દરમ્યાન શોભાયાત્રા કડીના વિડજ ગામે પહોંચતા હાથીની અંબાડી ઉપર લગાવેલ છત્રી ને વીજ વાયર અડી ગયો હતો જ્યાં વીજળીનો કરંટ લાગતા આથી ભડક્યો હતો અને હાથીના ઉપર લગાવેલ અંબાણીના અંદર બે સંતો બેઠા હતા જે હાથી ઉપરથી અંબાડી સાથે નીચે રોડ પર પટકાયાં હતાં જ્યાં ઘટના બનતા અફરા તફરી મચી જવા પામી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી થોડીક વાર બાદ શોભાયાત્રા આગળના કાર્યક્રમ રાબેતા મુજબ યોજવામાં આવી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી