— તાલુકામાં માત્ર 8 સેન્ટર ઉપર બપોર સુધીમાં વેક્સિન નો ડોઝ ખૂટી પડ્યો :
— તાલુકા આરોગ્ય વિભાગ ના અણઘડ વહીવટ થી લોકો ત્રાહિમામ :
— શહેરના અર્બન હેલ્થ સેન્ટર ની બહાર બૂસ્ટર ડોઝ ખલાસ ના બોર્ડ લાગ્યા :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકામાં કેન્દ્ર સરકાર ની નવી ગાઇડલાઇન મુજબ 15 તારીખ થી 18 વ
ર્ષ થી ઉપરની વયના લોકોને નિશુલ્ક બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવા ઘાટ તાલુકા આરોગ્ય વિભાગ ના અણઘડ વહીવટ થી સામે આવ્યું છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં તાલુકા આરોગ્ય વિભાગ ના અણઘડ વહીવટ થી લોકોને ધરમધકકા ખાવાનો સમય આવ્યો છે.

રાજ્ય સહિત જિલ્લામાં કોરોના ના નવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે નવીન ગાઈડલાઈન જાહેર કરી 60 વર્ષથી ઉપરની વયના લોકોને આપવામાં આવતો કોરોના વેક્સિન નો બૂસ્ટર ડોઝ 18 થી ઉપરની વયના લોકોને 15 જુલાઈ થી આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે લોકો કોરોના થી રક્ષણ માટે બૂસ્ટર ડોઝ લેવા સેન્ટર ઉપર જતાં બૂસ્ટર ડોઝ ખલાસ થઈ ગયો હોવાનું જાણતા નિરાશા સાંપડી હતી.
તાલુકા આરોગ્ય વિભાગના અણઘડ વહીવટ થી સોમવારે તાલુકાના ફકત આઠ સેન્ટર ઉપર જ બૂસ્ટર ડોઝ આપવાના આયોજનમાં પણ બપોર સુધીમાં ડોઝ ખૂટી પડતાં લોકોને ધરમધકકા ખાવાનો સમય આવ્યો હતો.આ અંગે તાલુકા હેલ્થ ઓફિસ નો સંપર્ક કરતા તેઓએ જિલ્લામાંથી વધુ વેક્સિન નો ડોઝ મંગાવ્યો હતો પરંતુ હજુ સુધી આવ્યો નથી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી