કડીમાં નારી એકતા ફાઉન્ડેશન દ્વારા DySP ની ઉપસ્થિતીમાં “મહિલા જાગૃતીનો” કાર્યક્ર્મ યોજાયો !

શેર કરવા અહીં ક્લિક કરો.
કડીમાં દિન-બ-દિન મહીલાઓ માટે અવાર નવાર અનેક બનાવો બની રહ્યા છે ત્યારે મહિલાઓ ઉપર થતાં અત્યાચારો રોકવા માટે આજ રોજ કડી નારી એકતા ફાઉન્ડેશન દ્ધારા મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે મહિલાને જાગૃતિ લાવવા માટે મારી ખુશી નાટક યોજીને દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  દીકરીઓ આજે જે પ્રેમ લગ્ન કરી ને પોતાનું ધરેથી ભાગીને જે લગ્ન કરવામાં આવતા હોય છે અને દીકરીઓને પાછળથી પછતાવોનો વારો આવતો હોય છે, ત્યારે આવી દીકરીઓ ઉપર થતી પરિસ્થિતિ રોકવા માટે આ મારી ખુશી નાટક કાર્યક્ર્મ યોજી દીકરીઓને પ્રેરણા મળી રહે તે માટે નાટક કરીને દીકરીઓને જાગૃતિ લાવવામાં આવી હતી.
 
કડીમાં આવેલ નારી એકતા ફાઉન્ડેશન ની મહિલાઓ રાત – દિવસ જોયા વગર હમેશા દીકરીઓ માટે અને મહિલાઓ ને પડતી મુશ્કેલીઓ ને કોઈ પણ અડચણ રૂપ થઈ હોય કે તેમની ઉપર કોઈ જાતનો અત્યાચાર થયો હોય ત્યારે આ મહિલાઓ ને જાણ થતાં તરત જ તે મહિલા ને ન્યાય મળી રહે તે માટે દોડી ને મદદરૂપ થતા રહે છે.
 

આ પણ વાંચો- નારી એકતા ફાઉન્ડેશનની મહિલાઓ દ્ધારા કડી પોલીસ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

 
જ્યારે દીકરીઓ પર બળાત્કાર કે દીકરીઓ ભાગીને જે પ્રેમ લગ્ન કરવામાં આવી રહ્યા છે તેને રોકવા માટે હમેશા મદદરૂપ આ નારી એકતા ફાઉન્ડેશનની મહિલાઓ મદદમાં આગળ આવી રહ્યા હોય છે અને જે દીકરીઓ ભાગી ને લગ્ન કરવામાં આવી રહ્યા છે. તે હમેશાં છોકરોઓ હમેશાં છોકરીઓને મોટી મોટી વાતો કરીને તેને વાતોમાં રાખીને તેને ફોસ્લાવવા માં આવે છે અને જ્યારે દીકરીઓને આની હકીકત પ્રેમ લગ્ન કરી ને ભાગી જાય છે ત્યારે પછી પોતાનું લગ્ન જીવન જેમ જેમ આગળ વધી રહે છે તે પ્રમાણે દીકરીઓને પાછળથી છોકરાઓની હકીકત અનેક જાણવા મળતી હોય અને પછી તે દીકરીને પછતાવવાનો વારો આવતો હોય. તે દીકરીઓ દુઃખી થતી જોવા મળતી હોય છે.  આવા બનાવો ઓછા થાય તે માટે હમેશા કડી આવેલ નારી એક્તા ફાઉન્ડેશન ની મહિલાઓ દ્ધારા હમેશાં મહિલાઓ ની પડખે ખડે પગે ઊભા રહેતા જોવા મળી રહ્યા હોય છે.
 
 
કડીની અંદર પોલીસ સ્ટેશનની અંદર કડી શહેરની રોજના  એક થી બે દીકરીઓ ભાગી લગ્ન કરતાં હોવાની ફરિયાદ કડી પોલિસ સ્ટેશન માં નોંધાઇ રહી છે.અને આ રોકવા માટે કડીના પી.આઇ.ડી.બી. ગોસ્વામી અને નારી એકતા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભગવતીબેન પટેલ દ્વારા દીકરીઓ ને હમેશાં મદદરૂપ થતા જોવા મળી રહ્યા છે. 
 
આ નારી એકતા ફાઉન્ડેશન દ્વારા મહિલા જાગૃતિ માટે મારી ખુશી નાટક યોજવામાં આવ્યું તે કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય અને દીકરીઓ દ્ધારા સુસ્વાગતમ્ ગીત દ્ધારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આવનારા મહેમાનોને દીકરીઓને માર્ગદર્શન માટે પ્રવકતા આપવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમમાં નારી એક્તા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભગવતીબેન પટેલ, મહેસાણા જિલ્લાના ડી.વાય.એસ.પી ભક્તિબા ઠાકર,કડી પોલીસ સ્ટેશનના મહિલા પી.આઇ.ધર્મિષ્ઠાબેન ગોસ્વામી, 181 હેલ્પ લાઇન નંબરમાં ફરજ બજાવતા મહિલા અઘિકારી મિતલબેન પટેલ, પુર્વ નગરપાલિકા પ્રમુખ શારદાબેન પટેલ, પુર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબેન પટેલ, મેધના છાત્રાલયના મહિલા નિયામક લાભુબા,સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઇ પટેલ ,મારી ખુશી નાટકના લેખક પ્રાથના પરમાર અને મેઘના છાત્રાલય ની દીકરીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.