— ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં એક યુવાન પર છરી વડે હુમલો કરાયો કડી શહેરના ચાર રસ્તા પાસે યુવાન ઉભો હતો જે દરમ્યાન નંદાસના યુવાન આવીને કહેવા લાગ્યો કે તું અમારા ઉપર અરજીઓ કેમ કરે છે તેવું કહીને છરી વડે હુમલો કરતા યુવાન ઘાયલ થયો હતો જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી
કડીના યુવાન કરીમહુસેન શેખ કડી શહેરમાં રહે છે અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જેઓ કડી સિવિલ કોર્ટમાં કામ અર્થે ગયા હતા જે દરમ્યાન બે નંબર ઉપરથી તેમના મોબાઈલમાં ફોન આવેલા અને પૂછેલ કે તું ક્યાં છે તો કરીમહુશેને કહેલું કે હું સિવિલ કોર્ટે કડીમાં આવ્યો છું કામ અર્થે તો કહેલ કે મારે કામ છે ઘુમટીયા વિસ્તારમાં આવે ત્યારે કેજે અમારે મળવું છે તને જ્યાં સાંજના સમયે કરીમહુસેન ઘુમટીયા વિસ્તારમાં હાજર હતો જે દરમ્યાન નંદાસણ ના સજાદઅલી સૈયદ આવેલ અને કરીમ હુસેન શેખને કહેવા લાગેલ કે તુજ કરીમહુસેન છે? હા હું જ છું
તેવું જણાવેલ તો સજાદઅલીએ તું અમારા ઉપર અરજીઓ કેમ કરે છે તો કરીમહુસેન શેખે કહેલ કે મારા મિત્ર મુસ્તકીમ ને ધમકાવીને કહેલું કે તુ મોબાઇલમા સ્ટેટસ ઉપર ફોટા કેમ મૂકે છે જેથી અરજી કરેલ છે જેવું કહેતા સજાદઅલી સૈયદ ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરવા લાગ્યા હતા જ્યાં કરી તેને શાંત પાડવાની કોશિશ કરતા સજ્જાદ અલીએ પોતાની પાસે રહેલ છરી વડે કરીમહુસેન શેખ ઉપર હુમલો કર્યો હતો
જ્યાં કરી હુસૈનને છરી વાગતા તેઓએ બુમાબુમ કરતા આજુબાજુના તેમના મિત્રો આવી પહોંચ્યા હતા અને કરીમહુસેન ને ઈજાઓ પહોંચતા તેઓને ભાગ્યોદય હોસ્પીટલમાં લઇ ગયાં હતાં જ્યાં કરી પોલીસને જાણ કરાતા કડી પોલીસે સજાદઅલી સૈયદ નંદાસણ વાળા ઉપર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી