માત્ર 18 દિવસમાં બે બાઇક અને એક એકટીવા ચોરી કરનાર ગોઠવાના વાહનચોર એલસીબીના સકંજામાં

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા એલસીબીએ રામપુરા સર્કલ પાસેથી ચોરીના બાઇક પર સવાર શખ્સોને દબોચી લીધા 

એક એકટીવા અને બાઇક વિસનગર શહેરમાંથી ચોરી કરી હતી જ્યારે એક બાઇક કુકરવાડાથી ચોરી કરી હતી

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરેલા ત્રણેય વાહનો કબજે કરી બે શખ્સોને જેલમાં ધકેલ્યાં 

ગરવી તાકાત,મહેસાણા તા. 27 – વિસનગર શહેર તથા વસઇ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીના ત્રણ અનડીટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરી બે વાહનચોર શખ્સોને ઝડપી તેમની પાસેથી ચોરી કરેલા ત્રણ મોટર સાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિ તેમજ અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરી ઝડપી પાડવાના મહેસાણા ઇ. જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એસ.નીનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ જે.એમ.ગેહલાવત તથા હેકો. પ્રદિપકુમાર, પોકો. આકાશકુમાર, પોકો. જોરાજી, પોકો. જસ્મીનકુમાર, પોકો. સંજયકુમાર વિવિધ ટીમો બનાવી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુરાથી વિજાપુર રોડ પર પેટ્રોલીંગમાં હતા

તે દરમિયાન પોકો. સંજયકુમાર તથા જસ્મીનકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, બે ઇસમો ચોરી કરેલ હીરો કંપનીનું સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને ડાભલાથી મહેસાણા તરફ આવનાર છે. જે મોટર સાયકલ ચોરીનું જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે રામપુરા સર્કલ પાસે વોચ ગોઠવી દીધી હતી. જે દરમિયાન ઉપરોક્ત બે શંકાસ્પદ ઇસમો આવતાં તેમને એલસીબીની ટીમે અટકાવી નામઠામ પુછતાં પોતાનું નામ ઠાકોર અનિલજી વેલાજી રહે. ગોઠવા આથમણોવાસ તા. વિસનગર તથા બીજા ઇસમનું નામ ઠાકોર ધર્મેશ પ્રવિણજી રહે. ગોઠવા આથમણોવાસ તા. વિસનગરવાળો હોવાનું જણાવ્યું હતું.

આ બંને શખ્સો પાસે મોટર સાયકલ કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતા. જ્યારે વધુ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, આજથી છ દિવસ અગાઉ કુકરવાડા બસ સ્ટેન્ડ નજીક બેંક ઓફ બરોડાની બાજુમાંથી ચોરી કરી હતી. જે બાબતે વસાઇ પોલીસ મથકે 379 મુજબનો ગુનો નોંધાયો હતો. જ્યારે આજથી 18 દિવસ અગાઉ વિસનગર સોના કોમ્પલેક્ષ પાસે આવેલ ચુલા ઢોસા પાસેથી હોન્ડા કંપનીનું સીલ્વર કલરના એકટીવાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જે બાબતે વિસનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

જ્યારે વધુમાં જ્યારે આજથી દસેક દિવસ અગાઉ પટણ દરવાજા વિસનગરમાં ઘર પાસે પાર્ક કરેલા કાળા કલરનું યામાહા સેલૂટો કંપનીનુંં મોટર સાયકલની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી જે બાબતે પણ વિસનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આમ  મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ વાહનચોરીના ભેદ ઉકેલી ચોરી કરેલા ત્રણેય વાહનો કબજો કરી બે વાહનચોર ઇસમોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.