જુનાગઢમાં અધિકારીઓની બેજવાબદારી આવી સામે, પ્રાઈવેટ સ્કુલમાં RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિધાર્થીના વાલીઓના ધક્કા

શેર કરવા અહીં ક્લિક કરો.
જુનાગઢમાં પ્રાઇવેટ સ્કૂલોનો જાણે રાફડો ફાટ્યો છે, શાકભાજી કે ફ્રુટનો વેપારીની જેમ  શાળા સંચાલકોએ વાલીઓને હેરાન પરેશાન કરવામાં કોઈ કસર છોડી નથી. મજૂરી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અને 6-6 મહિનાથી ધક્કા ખાઈ રહેલા વાલીએ પોતાની આપવીતી વર્ણવતા માનવતા લજાઈ મરે છે. ધોરણ ચારમાં અભ્યાસ કરતી પોતાની દીકરીને જૂનાગઢ મધુરમ વિસ્તારમાં આવેલી ૐ પ્રાઈમરી સ્કૂલમાં RTE અંતર્ગત ધોરણ 1 થી જ અભ્યાસ માટે બેસાડી હતી .પરંતુ કોરોના કાળ દરમિયાન સ્કૂલ બંધ થઈ જતાં કોઈ પણ પ્રકારના ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું નથી. બીજી તરફ પોતાની સ્કૂલને તાળા મારી સંચાલકો રફૂચક્કર થઈ ગયા.

જ્યારે વાલી 6 મહિના પહેલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ૐ સ્કૂલ બંધ હોવાને કારણે પોતાની દીકરીનું ટ્રાન્સફર સર્ટિ મેળવવા માટે કચેરીએ અરજી આપેલ પરંતુ. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં હલતી ખુરશીના શોખીન જીવડાવો પોતાની જાતને અઢારે પાદરાના ઘણી સમજી ગેંગે-ફેંગે કરી જવાબ આપે છે. જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રૂબરૂ મુલાકાત લેતા અહીના અધિકારીઓ જેઓ કેળવણી નિરીક્ષકતો સાફ શબ્દોમાં કહી દીધું કે મારી કોઈ જવાબદારી જ નથી કારણ કે મારી પાસે કોઈ અરજી જ નથી આવી. બીજી તરફ ટી.પી.ઓ પાંચ તાલુકાનો ચાર્જ સંભાળી રહ્યા છે, એટલે અઠવાડિયામાં એકવાર દેખા આપે છે. તો આવા જાડી ચામડીના અધિકારીઓના હિસાબે બાળકોનું ભવિષ્ય બગડે છે. શું સ્કૂલ સંચાલકો સાથે વહીવટના વારસદાર તરીકે આ લોકો જોડાયેલા છે કે પછી બીજી કોઈ લાગવગ ના લીધે 6-6 મહિના વીતવા છતાં ફાઈલને ફાઈલ કરી દેવામાં આવી છે ? આતો માત્ર એક વાલીની વેદના હતી આવા તો ઘણા વાલીઓ ધક્કા ખાઈ કંટાળી પોતાના સંતાનોને ભણતા ઉઠાડી લેતા હશે જેના જવાબદાર આ રંગા બિલ્લાઓ જ હોય શકે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.