જાન્યુઆરીમાં જિલેટ (બ્લેડ કંપની)ની એક જાહેરાત આવી હતી, જેમાં મર્દાનગી બાબતે વર્તમાન પ્રથાને પડકાર ફેંકવામાં આવ્યો હતો, લિંગ સમાનતાની સ્થિતિ પર સવાલ ઉભા કરતા ‘છોકરાઓ તો છોકરા જ રહેશે’ જેવી ધારદાર જાહેરાતોને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેનાથી વિવાદ પણ ઉભો થયો હતો.હવે જિલેટની નવી જાહેરાત આવી છે જિલેટે ૨૬મી એપ્રિલના રોજ યૂટ્યુબ પર એક નવી જાહેરાત પોસ્ટ કરી છે. આ જાહેરાતમાં બે યુવતીઓ અંગે જણાવવામાં આવ્યું છે. બંને ઉત્તર પ્રદેશના નાના ગામ બનવારી ટોલામાં હજામની દુકાનમાં કામ કરે છે. ગામની બે યુવતીઓએ લિંગ સંબંધીત રૂઢીને પડકાર ફેંક્યો છે અને વાળંદનો વ્યવસાય અપનાવ્યો છે. સામાન્ય રીતે આ વ્યવસાયમાં પુરુષો કામ કરતા હોય છે.

Contribute Your Support by Sharing this News: