મહેસાણાના જગુદન અને મોરબીના ટંકારામાં ધુણતા ધુણતા ભુવાજીને અટેક આવતાં ઢળી પડ્યાં

શેર કરવા અહીં ક્લિક કરો.

અચાનક ભૂવાજીનું હાર્ટ બેસી જતા કરુણ મોત નીપજ્યુ હતું, પાણી પિવડાવવા ગયા ત્યાં તો પ્રાણ પંખેરું ઊડી ગયું હતું

મહેસાણાના જગુદણની રમેલમાં ભૂવાને હાર્ટ એટેક આવતા મોત

ગરવી તાકાત, મહેસાણા તા. 23 – હાલના સમયમાં હાર્ટ-એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. ત્યારે મોરબીના વાઘપર ગામે ધૂણતી વખતે ભૂવાજીને હાર્ટ-એટેક આવતાં જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે બીજી એક ઘટનામાં મહેસાણાના જગુદણ ગામે રમેલમાં પાટ ઉપર ધૂણી રહેલા 44 વર્ષીય ભૂવાને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં ત્યાં જ ઢળી પડ્યા હતા. આ બંને ઘટનાના લાઇવ વીડિયો પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.

મહેસાણાના જગુદણની રમેલમાં ભૂવાને હાર્ટ એટેક આવતા મોત

મહેસાણા તાલુકાના જગુદણ ગામે દરજી વાસમાં શનિવારે રાત્રે યોજાયેલી રમેલમાં પાટ ઉપર ધૂણી રહેલા 44 વર્ષીય ભુવાને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેથી ભુવાજી ત્યાં જ ઢળી પડ્યા હતા. આજુબાજુના યુવકોએ પ્રયત્ન કરવા છતાં ભુવાજી નહીં જાગતા તેઓને સ્થાનિક અને પછી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

મૂળ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના અને મહેસાણાના પાંચોટ ગામે રહેતા ગોવિદભાઈ ગાંડાભાઈ દરજી શનિવારે રાત્રે અન્ય ભુવાજી સાથે જગુદણ ગામે દરજી વાસમાં રાખેલી રમેણમાં ભાગ લેવા ગયા હતાં. જ્યાં રાત્રે 11.30 કલાકે ગોવિદભાઈ પાટ પર ધુણવા બેઠાં હતા. જે દરમિયાન માંડ 55 સેકન્ડ થઈ હશે, ત્યાં જ ભુવાજીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેથી તેઓ ઢળી પડ્યા હતાં.

મોરબીના વાઘપર ગામે ભૂવાજી અચાનક ઢળી પડ્યા.

ટંકારાના નાના રામપર ગામના રહેવાસી મોહનભાઈ પરબતભાઈ બોસિયા (ઉ.વ.55) નામના પ્રૌઢ રાત્રીના નાના રામપર ગામે રામનગરમાં ચામુંડા માતાજીના મંદિરે માંડવાના પ્રસંગમાં ગયા હતા અને ભૂવા ધૂણતા હોય ત્યારે ધૂણતાં ધૂણતાં હાર્ટ એટેક આવ્યો હતો. જોકે ભૂવા બેશુદ્ધ જેવી હાલતમાં હોવાથી થોડા સમય સુધી આસપાસમાં બેસેલ લોકોને પણ કંઈ ખ્યાલ આવ્યો ન હતો. હૃદય રોગનો હુમલો ઘાતક નીવડતા થોડીવારમાં જ પ્રૌઢનું મોત થયું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.