પાલનપુરના જગાણા ગામમાં સુખાકારી માટે પરંપરાગત રીતે મંદિરે તોરણ બાંધી ઉજવણી કરી

August 11, 2021

પાલનપુરના જગાણા ગુરુમંદિર દ્વારા ગામની સુખાકારી માટે ઝાંપા તોરણ બંધાયું. ગામના લોકો સુખ-શાંતિ અને ચેનથી રહી શકે તેમજ ગામમાં રોગચાળો ન પ્રવેશે તેવા વિશિષ્ટ હેતુથી જગાણા ગામમાં વંશ પરંપરાગત ગુરૂમહારાજના મંદિરેથી ઝાંપા તોરણ સહિત પાવક જલધારા છાંટણાની પરંપરા ચાલી આવે છે. વર્ષોથી આવતી પરંપરાને ગામ લોકોએ જાળવી રાખીને ઉજવણી કરી. ગુરૂમહારાજના પક્ષાલન કરેલા પગલાંનું પાણી ગામમાં પશુધન તેમજ ગામને છંટકાવ કરીને પાવન કરાય છે ગામમાં ગુરુતોરણ બંધાય છે. ગુરુજીની કૃપા જગાણા ગામમાં લોકોના દુ:ખ દૂર કરી સુખાકારી આપે છે. આમ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ લોકોમાં ઝાંપા તોરણની પ્રથાનું અનેરૂ મહત્વ હોય છે. પશુઓ તેમજ ગ્રામજનોના સુખાકારી માટે ઝાંપા તોરણ બંધાય છે જે પરંપરાને ગામ લોકોએ સાચવી રાખી હતી. તમામ લોકો પોતાના ઘરેથી ચૂરમાનો પ્રસાદ, દીવો, ધાર્મિક વિધિ કરી ઉજવણી કરી હતી.

આ પ્રસંગે મોતીભાઈ જુઆ, ગણેશભાઈ ચૌધરી, ભરતભાઇ ચૌધરી, રતીભાઈ લોહ, હેમરાજભાઈ કુણિયા, કેશરભાઈ લોહ, ધનરાજભાઈ જરમોલ, તેમજ જગાણા સનાતન ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીઓ અને મહંતઓ અને ગામના યુવાનો સહિત સેવાભાવી અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0