ગરવીતાકાત,ઇડર: જાદર ગામમાં પ્રસિદ્ધ મ્રુધણેશ્વર મહાદેવનું ૪૮૨ વર્ષ જૂનું સ્વયંભૂ શિવાલય આવેલું છે દર વર્ષે ભાદરવાના બીજા સોમવારે ભવ્ય લોક મેળો ભરાય છે આ મેળામાં આસપાસના ગામોમાંથી જીલ્લામાંથી મહાદેવના દર્શને લાખો ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડેછે ગામડાઓમાં મેળો એટલે આનંદ પ્રમોદનું, ખરીદીનું અને ફેશનનો આગવો મહિમા ભાદરવામાં મેળો યોજાય એટલે ખેતરમાં પાકપાકી ગરે આવી ગયાનો આંનદ હોય મંદિરનું મહત્વ પણ લોક કલ્યાણના પરોપકારી કાર્ય જેવું છે કોઈપણ મનુષ્યને સાપ કે ઝેરી જનાવર કરડેતો જાદરના મ્રુધણેશ્વર દાદાનું નામ લેવાથી અલોકીક ચેતના જાગ્રત થાય છે દાદાના નામથી બાધા રાખી તુરંત સુતરનો કાળો દોરો સર્પદંશ થયો હોય તેની ઉપરની બાજુએ કસીને બાંધી દેવામાં આવેછે. સર્પદંશ વાળાને મંદિર પરિસરમાં આવેલ કડવા લીમડાના પાન ચાવવ આપી ઝેર ઉતારાય છે પશુને સર્પદંશ થયો હોય તો પણ આવી જ રીતે ઝેર ઉતારાય છે

ધાર્મિક માનતા પુરી થતા દર વર્ષે મેંદાના દિવસે શ્રીફળ વધેરવા અને દાદાના ચરણમાં માથું નમાવવા લોકી અહીં આવેછે દાદાના પુનિત કાર્યની ઓળખાણ થતા માનવમહેરામણ મેળામાં ઉમટી પડેછે અહીં સતત ત્રણ દિવસ સુધી મેળો ભરાય છે જેની વ્યવસ્થા જાદર ગ્રામ પંચાયત અને શિવ મંડળ કરેછે અને પ્રશાશન દ્વારા મેળો માણવા આવનાર લોકોને કોઈ અગવડ નપડે તેની ખાસ તકેદારીઓ રાખવામાં આવેછે જ્યારે ત્રી દિવસીય ભરાતા મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોછે અને ગામે ગામથી દૂરદૂરથી આવનાર ભાવિભક્તો દાદાના દર્શન કરી  પરિવાર સાથે મેળોમાણી આનંદ કરેછે.

તસ્વીર અહેવાલ  પ્રફુલ બારોટ સાબરકાંઠા