એક વાર ફરી કોરોનાનો કેર વધતો જાેવા મળી રહ્યો છે. માત્ર એક દિવસમાં 40 હજારથી વધારે નવા કેસ મળ્યા છે. ગત 24 કલાકમાં 44,658 નવા મામલા સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 3,44,899 થઈ ગઈ છે. એટલું જ નહીં નવા કેસો વધતા એક્ટિવ કેસની ટકાવારી પણ 1.06 ટકા થઈ ગઈ છે. જે આ અઠવાડિયાની શરુઆતમાં 1 ટકાથી પણ ઓછી થઈ હતી. એટલું જ નહીં રિકવરી રેટમાં પણ ઘટાડો આવ્યો છે અને તે અત્યાર સુધી 97.60 ટકા થઈ ગઈ છે.
કોરોનાના એક્ટિવ કેસોમાં વધારાનું કારણ એ પણ છે કે નવા મામલાની સરખામણીમાં સાજા થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. એક તરફ બે દિવસથી સતત 40 ના પાર કેસ મળ્યા છે. ત્યારે સાજા થનારા લોકોની સંખ્યા ઓછી છે. ગત એક દિવસમાં 32,988 લોકો સાજા થયા છે. તેમાંથી પહેલા ગુરુવારે એક દિવસમાં 46 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા હતા અને એક વાર ફરીથી 44 હજાર કેસ મળતા ચિંતા વધી છે. દેશના તમામ રાજ્યોમાં સ્કૂલો, જિમ અને મોલ ખુલવાથી કેસમાં વધારાએ ચિંતા વધારી દીધી છે. તેવાાં પ્રતિબંધ ફરીથી આવી શકે છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્રની આગામી ચુંટણીમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવશે : દેવેન્દ્ર ફડણવીશ
જાે કે દેશમાં નવા કેસોની સ્પીડ ઓછી છે જેમાં મોટી ભાગી દારી કેરળની છે. એકલા કેરળમાંથી કુલ કેસોના 70 ટકા મામલા સામે આવી રહ્યા છે. કેરળમાં સતત 2 દિવસોથી 30 હજારથી નવા કેસ મળી રહ્યા છે અને તેના ચાલતા દેશભરમાં કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. જાે કે યુપી, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં હજું પણ પહેલાની સરખામણીએ ઘણી રાહત છે. આ રાજ્યોમાં હજારો નવા કેસ છે. જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં આંકડા હજારોમાં છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 61.22 કરોડ રસી દેશભરમાં લગાવાઈ ચૂકી છે. તેવામાં મનાઈ રહ્યું છે કે ત્રીજી લહેર આવે પણ છે તો તે પહેલા જેટલી ઘાતક નહીં હોય.