હિંમતનગરમાં ટ્રકમાંથી પાંચ બેટરી ચોરનાર શખ્સ ને પોલીસે દબોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

– ટ્રકમાંથી બેટરી ચોરીનો આખરે ભેદ ઉકેલાયો

– પોલીસે ટ્રકમાંથી બેટરી સહિત રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

હિંમતનગરમા ટ્રકોમાંથી બેટરીઓની ચોરીની ઘટના સંદર્ભે બી.ડિવિઝનમાં ગુનો નોંધાયા બાદ બી.ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાંજ બેટરીઓ ચોરનાર શખ્સને ચિસ્તીયાનગરમાંથી દબોચી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી રૃા. ૨૦ હજારની કિંમતની ચોરીની બેટરીઓ કબ્જે લઈ વધુ તપાસ આદરી છે.

હિંમતનગરના ચિસ્તીયાનગર યુનિયન બેંકની પાછળ આવેલા ખુલ્લી જગ્યામાંથી તા. ૨૩ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી દરમ્યાન ત્રણ ટ્રક માલીકોની ટ્રકોમાંથી પાંચ બેટરીઓ ચોરાઈ જવા પામી હતી. ટ્રકોમાંથી બેટરી ચોરીની ઘટના સંદર્ભે શુક્રવારે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ટ્રકોમાંથી બેટરીઓ ચોરવાની ઘટના સંદર્ભે બી.ડિવિઝનના પી.એસ.આઈ. એ.વી.જોષીએ ડિ સ્ટાફને આવા તસ્કરો પર વોંચ રાખી સઘન પેટ્રોલીંગ ગોઠવ્યુ હતુ. જે વોંચ દરમિયાન બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્રસિંહ તેજસિંહને બાતમી મળી હતી કે ચિસ્તીયાનગરનો શખ્સ પોતાના ઘર પાસે આવેલા બાવળની ઝાડીમાં બેટરીઓ સંતાડે છે. જેથી બી.ડિવિઝનની ટીમે ચિસ્તીયાનગરમાં પહોંચી શાહરૂખ રફીકભાઈ મનસુરીના ઘરે જઈ તપાસ આદરી હતી.

તપાસ દરમિયાન શાહરૂખ મનસુરીએ પોતાના ઘર પાસે આવેલા બાવળની ઝાડીઓમાં બેટરીઓ સંતાડી હોવાની અને તે બેટરીઓ ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે તેને દબોચી લઈ રૃા. ૨૦ હજારના કિંમતની પાંચ બેટરીઓ સહિતનો મુદમાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સે ગનીમોહંમદ મનસુરીની ટ્રકમાંથી બે બેટરી, ચંદુભાઈ પટેલની ટ્રકમાંથી બે બેટરી અને અજયસિંહ રાઠોડની ટ્રકમાંથી એક બેટરી મળી પાંચ બેટરીઓ ચોરી હતી.

તસવિર અને આહેવાલ : ભરતભાઇ હિંમતનગર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.