ગુજરાત માં આજે વાતાવરણ માં મોટો પલટો જોવા મળશે 

શેર કરવા અહીં ક્લિક કરો.

        ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. ત્યારે આજે પણ હવામાન ખાતા દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગે ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન પર સર્જાયેલા હવાના દબાણને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાકિસ્તાન અને રાજસ્થાનમાં સર્જાયેલ અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ગઈકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી તેમજ બનાસકાંઠામાં તોફાવીન પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી, રાજુલા, ભાવનગર, મહુવા, ગરિયાધર, વલભીપુર સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી પડ્યો હતો. ત્યારે આજે શનિવારે પણ વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. તો વરસાદની સાથે પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. આગામી દિવસોમાં હિટવેવની આગાહી પણ કરાઈ નથી, તો બીજી તરફ, ગરમી મહત્તમ 41 ડિગ્રી રહેશે.

ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
અણધાર્યા વરસાદને કારણે સૌથી વધુ કફોડી હાલત ખેડૂતોની થઈ છે. કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થયું છે. જેમાં બાજરી, કેરી જેવા પાકને સીધી અસર પડી છે. સતત બદલાઈ રહેલા વાતાવરણને કારણે ખેડૂતોના માથે મોટુ સંકટ આવી પડ્યું છે. ખેડૂતોને કેરી બગડી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.