ગાંધીનગરમા આવેલા સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાના ગેટ પર ગઈકાલે મોડી રાત્રે કોઈ શખ્સ દ્વારા બાળકને તરછોડીને જતો રહ્યો હતો. જેના માતા-પિતાની શોધખોળ માટે પોલીસના 100 જેટલા જેટલા કર્મીઓ કામે લાગ્યા હતા. પોલીસ કર્મીઓ આ બાળકના માતા- પિતાની શોધખોળ કરી રહ્યા હતા તે દરમ્યાન માસૂમના પિતાની ભાળ મળી ગઈ છે.
આ પણ વાંચો – માલણ ગામેથી ચાર માસ અગાઉ ગુમ થયેલ બે સંતાનોની માતા હજુસુધી પરત ન ફરતા બાળકોનો કલ્પાંત
પ્રાથમીક જાણકારી મુજબ બાળકના પિતાની ભાળ મળી ગઈ છે. ‘સ્મિત’નામનું બાળક દીક્ષિત નામના વ્યક્તિનું હોવાનો ખુલાસો થયો છે. હાલ સફેદ રંગની સેન્ટ્રો કાર પણ કબજે કરવામાં આવી છે. આજ સેન્ટ્રો કારમાં બાળકને લવાયું હોવાનો ખુલાસો થયો છે. જાણકારી મુજબ ‘બાળકનો પરિવાર હાલ ગાંધીનગરના સેક્ટર-26માં રહે છે અને મૂળ તેઓ ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરાંત પતિ – પત્નિ વચ્ચેના ઝઘડામાં બાળકને તરછોડી દેવામાં આવ્યું હોવાનું ખુલ્યુ છે.
પોલીસ દ્વારા મંદિરની આસપાસના 40 સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. બાળકના વાલીની શોધખોળ માટે તમામ રાજ્યોના સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોને જાણકારી આપી દેવામાં આવી હતી.