— આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લાના નેતા તેમના સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અગ્રણીઓની હાજરીમાં તેમણે કેસરિયો કેસ ધારણ કર્યો હતો.
વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિનાની વાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડયુ છે. લોકગાયક વિજય સુંવાળા અને સૌરાષ્ટ્રના મોટા ઉધોગપતિ મહેશ સવાણીએ આપના ઝાડુનો સાથ છોડી દીધો છે. વિજય સુવાળાએ તો ભાજપનો હાથ પકડી લીધો છે, પરંતુ મહેશ સવાણીએ હજુ સુધી કોઈ ફોલ પાડ્યો નથી. ત્યારે વધુ એક વખત AAPમાં આજે એક મોટું ગાબડું પડ્યું છે. AAPના ગધીનગરના નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર જિલ્લા કક્ષાના નેતાઓ કમલમથી આજે ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ સાવિત્રીબેન શર્મા સહિતના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લાના નેતા તેમના સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અગ્રણીઓની હાજરીમાં તેમણે કેસરિયો કેસ ધારણ કર્યો હતો. ભાજપના ડો. ઋત્વિજ પટેલ સહિતના નેતાઓ AAPના નેતાઓને આવકારવા હાજર રહ્યા હતા. જેમના હાથે AAPના મોટા નેતાઓએ ભાજપનો કેસ ઓઢ્યો છે.
(ન્યુઝ એજન્સી)