ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે અત્યાધુનિક નિવાસસ્થાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું 28 ફેબ્રુઆરી 2022માં નવા ધારાસભ્ય કવાર્ટસનું ભૂમિપૂજન કરવામાં આવશે. જેમાં 9 માળના 12 ટાવર બનાવવામાં આવશે. 140 કરોડ રૂપીયાના ખર્ચે નવા ધારાસભ્ય કવાર્ટસ તૈયાર થશે. સેક્ટર-17 ખાતે 28 હજાર ચોરસ મીટરમાં ધારાસભ્ય નિવાસ તૈયાર કરાશે.
ગાંધીનગરમાં બનવા જઈ રહેલ નવા નિવાસ સ્થાનો 216 ચોરસ બિલ્ડપ એરિયામાં એક કવાર્ટસ તૈયાર થશે. એક આવાસમાં 4 બેડરૂમ, રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ અને ડ્રાઈવર રૂમની સુવીધા પણ કરવામાં આવશે. જેમાં જ બે ગાર્ડન, ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, વોકિંગ ટ્રેક અને પ્લેગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યો માટે જુના નિવાસસ્થાનોને તોડી પાડી એજ સ્થળે નવા નિવાસ સ્થાન બનાવવાનો નિર્ણય કરાયો હતો. જેના માટે મંજુરીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આ નિવાસ સ્થાનો માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુરી મળી જતાં સેક્ટર 17માં મકાનો બનાવવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં ધારાસભ્યો સેક્ટર 21માં રહે છે. પરંતુ પાટનગરમાં સૌપ્રથમ ધારાસભ્યોનુ નિવાસસ્થાન સેક્ટર 17માં આવેલા હતા. બાદમાં 21 સેક્ટરમાં નવા નિવાસ સ્થાનો બનતા સેક્ટર 17 ના મકાનો અન્ય સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ મકાનો ઝર્ઝરીત થઈ ગયા હોવાથી તોડી પાડી ખુલ્લો પ્લોટ કરી ધારાસભ્યો માટે નવા આવાસો બનાવવાનો નિર્ણય કરાયો છે.