તસ્વીર - જીજ્ઞેશ પટેલ
ગરવી તાાકત,માણાવદર
તાજેતરમાં જ ભાદર ડેમના દરવાજા ખોલાતા અને ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે માણાવદર તાલુકા નુ ગણા ગામ બેટમાં ફેરવાયું હતું અને ખેતરોમાં મોટા પાયે ધોવાણ થતા કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થતા ગણા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ અને મગફળીનો હજારો વિઘાનો પાક નિષ્ફળ જવાની ભિતી સેવાય રહી છે. ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે. ભાદર નદી અને ધુંધવી નદીના પાણી લાંબો સમય સુધી ખેતરોમાં ભરાયેલા રહેતા ખેડૂતોને આર્થિક નુકશાની પણ ભોગવી પડે તેમ છે. 
તસ્વીર – જીજ્ઞેશ પટેલ
ત્યારે આ વિસ્તારમાં થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવા ગણા ગામના સરપંચે માંગ કરી છે. ગણા – બીલડીના રસ્તાનું ધોવાણ થઇ જવાથી વાહન વ્યવહાર પણ બંધ થઇ ગયો છે, ત્યારે આ રસ્તો રીપેરીંગ કરવા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવતો નથી. જો હવે પછી આ રસ્તો રીપેરીંગ કરવામાં નહી આવે તો ના છુટ કે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ગણા ગામના સરપંચે જણાવ્યુ હતુ.
રીપોર્ટ – જીજ્ઞેશ પટેલ
Contribute Your Support by Sharing this News: