પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
બાળકીઓના અવાજ આવવાથી સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. અને ઉશ્કેરાયેલા લોકોએ વૃદ્ધને ઢોર માર માર્યો હતો.

ગરવીતાકાત,સુરતઃ સુરતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. ત્યારે બે નાની માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. 56 વર્ષીય વૃદ્ધે બંને માસુમ બાળકીઓ સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. ટોળાએ આરોપીને રંગેહાથે પકડીના માર માર્યો હતો. ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના સલાબતપુરા વિસ્તારમાં બે નાની માસુમ બાળકીઓ રમતી હતી. ત્યાં 56 વર્ષીય વૃદ્ધ આવીને બંને બાળકીઓ સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીઓના અવાજ આવવાથી સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. અને ઉશ્કેરાયેલા લોકોએ વૃદ્ધને ઢોર માર માર્યો હતો. લોકોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ વૃદ્ધને સલાબતપુરા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે વૃદ્ધ સામે દુષ્કર્મ સહિતની કલમો લગાવીને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુરતમાં વરાછામાં રહેતી યુવકીને છેલ્લા ઘણા સમયથી એક આરોપી હેરાન-પરેશાન કરતો હતો. તે સ્કૂલ અને ક્લાસની બહાર અડિંગો જમી કિશોરીની છેડતી કરતો હતો. દરમિયાન તેણે કિશોરીના ફોટા પણ પાડી લીધા હતા અને તેના દ્વારા બ્લેકમેઇલ કરતો હતો.દરમિયાન 16મી તારીખના રોજ સવારે યુવક પીડિતાના બળજબરી પૂર્વક બાઇક પર બેસાડી વેલંજા ખાતે લઈ ગયો હતો અને તેના અડપલાં કર્યા હતા. બાદમાં પીડિતાને ફોટા બતાવી બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યુ હતું. દરમિયાન ત્યાં આવેલા યુવકના મિત્રએ પણ પીડિતા સાથે કુકર્મ કર્યુ હતું.

Contribute Your Support by Sharing this News: