ગરવી તાકાત ડીસા : ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૧ જુલાઈથી સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો.
ગુજરાતમાં હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. ૧૦૦ માઇક્રોન કરતાં પાતળા પીવીસી બેનર જેવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવતાં
ડીસા નગરપાલિકા કચેરી ખાતે ડીસા શહેરના પ્લાસ્ટિકના વેપારીઓ સાથે ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી દ્વારા બેઠક બોલાવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ બંઘ કરવા જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે ડીસા શહેરમાં પ્લાસ્ટિક એસોસિયેશનના તમામ વેપારીઓ દ્વારા પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ બંઘ કરવા ચીફ ઓફિસરને ખાત્રી આપી.