ગરવી તાકાત, પાલનપુર
દાંતા તાલુકામાં અનેક દારુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે પહેલા ગંગવામા બાઈક ઉપર હોમ ડિલિવરીનો વિડિયો વાયરલ થયો હતો અને હવે દાંતામા જાહેરમા દેશી દારૂની કોથળીઓ પીતા લોકો નજરે પડી રહ્યા છે ત્યારે દાંતામા પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા કોના ઈશારે ચાલી રહ્યા છે તે પણ એક વિષય બન્યો છે.
મિડિયામાં એહવાલ પ્રસિદ્ધ કરવા છતાં પણ પોલીસની ઉંઘ ઉડતી નથી. દાંતા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓ દારુના બુટલેગરો આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે છતાં પણ દાંતા પોલીસ જાણભેદુ હોય તેમ લાગી રહ્યું છે. દાંતા તાલુકામાં ઘણા એવા ગામોમાં દારુનું ધુમ વેચાણ થઈ રહ્યું અને પોલીસની રહેમનજર હેઠળ ચાલતી ચોરી દારુની પ્રવુતિઓ ક્યારે બંધ થશે તે પણ એક દાંતા તાલુકાની પ્રજામા એક ચર્ચાનો વિષય બન્યો છે. દાંતામા આટલી પોલીસ હોવાં છતાં પણ દાંતામા ખુલ્લેઆમ દારુનું ધુમ વેચાણ થઈ રહ્યુ છે. દાંતામા જે બીડના જમાદાર નોકરી કરતા હોય અને જેની બીડમાં દારુના અડ્ડા ચાલતા હોય તે જમાદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી.
Contribute Your Support by Sharing this News: