— કડીમાં અઠવાડિયામાં ત્રીજી ચોરીની ઘટના :
— કડી પંથકમાં ક્રાઈમનો વધારો જોવા મળી રહ્યો છે :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા તેમજ શહેરની અંદર થોડાક દિવસોથી ચોરીના અનેક બનાવો જોવા મળી રહ્યા છે અને કડી તાલુકા તેમજ શહરેની અંદર એક અઠવાડિયાની અંદર ત્રીજી ચોરીની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચક્ચાર મચી જવા પામ્યો છે અને ચોરીની ઘટનાઓમાં વધારો થતાં લોકોમાં ફફડાટ છવાઈ ગયો છે ત્યારે કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડાંગરવા ગામે ચોરીની ઘટના સામે આવી છે ડાંગરવા ગામે ઘરની પાસે પાર્ક કરેલી ઈકો ગાડીનું સાઇલેન્સર ચોરાતા માલિકે કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
કડી તાલુકાના ડાંગરવા ગામે રહેતા પ્રદીપસિંહ ડાભી કે જેઓ ખેતી કામ કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતાની માલિકીની ઈકો ગાડી નં GJ 2 CL 0313 રાખે છે અને કઈ કૌટુંબિક કામકાજ હોય તો જ ઇકો ગાડી લઇ જાય છે છેલ્લા ઘણા સમયથી પોતાના ઘર આગળ પોતાની ઈકો ગાડી પાર્ક કરી હતી અને તેઓને પોતાની ઈકો ગાડી લઈને બહારગામ જવાનું હોઈ
તેઓએ ગાડીનો સેલ મારતા અવાજ બદલાતો જણાયો હતો તેઓએ ગેરેજમાં જઈને બતાવ્યું તો તેમની ઇકો ગાડી નું સાયલેન્સર ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઇકો ગાડીના માલિકે પોતાની ગાડીનું સાઇલેન્સર ચોરાતાં નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી