— ગામમાં આવેલ પ્રાથમિક શાળા ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉપર બેસેલ યુવાનને અહીંયા કેમ બેશો છો તેમ કહી ને માર માર્યો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકા ના છઠીયારડા ગામે આવેલ પ્રાથમિક શાળા ની બાજુ માં આવેલ ખુલ્લી જગ્યામાં બેસેલ અને અને ગામના બીજા યુવાનો ત્યાં બેસવા માટે જતા ત્યાં બીજા યુવાનો બેસેલ તેમને કહેલ કે અહી તમારે બેસવાની જગ્યા નથી તેમ કહી ઝગડો કરલે અને ઇસમો એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડી થી કાન ની પાછળના ભાગે મારતા બેભાન થઈ ગયો હતો અને કાનની પાછળ ના ભાગમાં ફેક્ચર થયેલ હતું.
મહેસાણા ના છઠીયારડા ગામે લઘુમતી સમાજ ના ઈસમ પ્રાથમીક શાળા ની ખુલ્લી જગ્યાએ બેસવા જતા ત્યાં બેઠેલા ત્રણ જેટલા ઈસમો એ અહીં નહિ બેસવાનુંકહીને ઢોર માર મારતા ત્રણ લોકો સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે આ અંગેની મળતી માહીતી મુજબ છઠીયારડા ગામના સમીરખાન ભીખનખાન બહેલીમ નો દીકરો સરહાનખાન તેમજ બીજો દીકરો ઇજહાંનખાન તેમજ ભત્રીજો સહીત રાત્રીના ગામની પ્રાથમીક કન્યા શાળા પાસે ઉનાળા ની ગરમી ને લઈને શાળા ની ખુલ્લી જગ્યાએ બેસવા જતા
જ્યાં બેઠેલા ત્રણ અનિલજી જયંતીજી ઠાકોર તેમજ વિમલજી ઠાકોર તેમજ તુષારજી ઠાકોર અહીં બેસવાનું ના પાડી ઝગડો કરી સમીરખાન ના દીકરા ને ગડદાપાટુ નો માર મારી શરીર ના ભાગે ઈજાઓ પોહચાડી ઢોર માર મારી હોવાથી સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો
ઇજા પામનાર ઈસમ ના પિતા સમીર ખાન બેહલીમે અનિલજી ઠાકોર તેમજ વિમલજી ઠાકોર તેમજ તુષારજી ઠાકોર સહીત ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન પી.એસ. આઇ. ટી.આઇ. દેસાઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.