ગરવી તાકાત થરાદ : બનાસકાંઠા જિલ્લાના થરાદમાં થી પસાર થતો ભારતમાલા પ્રોજેક્ટ વારેઘડીએ વિવાદોમાં ઘેરા
યેલો હોય છે ત્યારે થરાદના બુઠનપુર ગામેથી પસાર થતો ભારતમાલા રોડ પર ખેડૂતો ના ખેતરોમાં પાણી નીકાલ માટે બનાવવામાં આવેલ છે જેનાથી ખેડૂતો ના પાકમાં પાણી ભરાતાં ખેડૂતો ને ભારે નુક્સાન થવા પામ્યું છે ખેડૂતો એ આજે રોડ પર હોબાળો કરતાં કામગીરી રોકાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જોકે ખેડૂતો ની એકજ માંગ છે અમારા ખેતરોમાં જે નાળાં મુકવામાં આવેલ છે જેની જરૂર નથી છતાં નાળું મુકતાં પાણી ખેતરોમાં ભરાઇ ને પડી રહે છે

જેના કારણે ખેડૂતો નો પાક બગડી રહો છે જેના કારણે ખેડૂતો ની માંગ છે કે તેમને પાણી ના નિકાલ માટે બોર બનાવી આપવામાં આવે જેથી કરીને વરસાદી પાણી બોર મારફતે જમીનમાં ઉતરે અને ખેડૂતો ના પાક બચી જાય અને પાણી જમીનમાં ઉતરે તો ભૂગર્ભ જળ પણ ઉંચુ આવે ખેડૂતો એ આજે રોડ પર કામગીરી રોકતાં ભારતમાલા પ્રોજેક્ટ ના અધિકારી તાત્કાલિક દોડી આવ્યા હતા
અને ખેડૂતો ને આશ્વાસન આપી જણાવ્યું હતું કે તમને ચોવીસ કલાકમાં બોર બનાવી આપીશું હવે જોવાનું રહ્યું કે ભારતમાલા પ્રોજેક્ટ ના અધિકારી બોર બનાવી આપે છે કે પછી ખેડૂતો ને બનાવે છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ