બુડાસણ ખાતે જમીનના વિવાદમાં હત્યા ને લઇને પોલીસ ઈસમો ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં

શેર કરવા અહીં ક્લિક કરો.

— મહેસાણા જિલ્લાના એલ.સી.બી તથા એસ.ઓ.જી પોલીસ ની ટીમ તથા કડી પોલીસ ની ટીમ ઈસમો ને ઝડપી પાડવા કામે લાગી :

ગરવી તાકાત મહેસાણા :  કડી તાલુકા ના બુડાસણ ગામની સીમમાં આવેલ જમીન ના હક હિત માટે ઝગડો કરી તથા માર મારી યુવાન ની હત્યા કરવામાં આવી હતી. સીમમાં આવેલ સર્વે નંબર 292 વાળી જમીન બાબતે થઈ હતી હત્યા.કડી તાલુકામાં થોડાં ગણા સમય થી ક્રાઇમ રેશ્યો નો દર વધી રહ્યો છે ત્યારે ગુનેગારો ને જાણે પોલીસ નો ડર જ ના હોય તે રીતે ગુનાખોરી ને અંજામ આપી રહ્યા છે. બુડાસણ ગામે જમીનના વિવાદમાં આધેડ ની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અને મૃતક ના ભાઈ પ્રવીણભાઈ બદ્રીનારાયણ શુકલ દ્ધારા કડી પોલીસ સ્ટેશન ખાતે કલોલ ના નામચીન ઈસમ સહિત 6 ઈસમો સામે ફરીયાદ નોધાઇ છે.
આ જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને હાલમાં જમીનના વારસદારો બાનાખત બાદ વેચાણ નો દસ્તાવેજ કરી ના આપતા તેઓએ કડી કોર્ટમાં દાવો ચાલુ હોવા છતાં વારસદારોએ કલોલ ના નામચીન ઈસમ પટેલ રાજેશભાઈ અમરતભાઈ ઉર્ફે રાજબાટા રહે કલોલ પંચવટી વિસ્તારમાં જેમને જાણ બહાર વેચી દીધી હતી. અને આ ઈસમો દ્વારા જમીનની હક હિત માટે ખેતરમાં આવી ને ઝઘડો કરવા લાગ્યા હતા અને ત્યાં રહેલ ગૌતમભાઈ, સુખદેવભાઈ, ખેત મજુર ને ભેગા મળી ને ધોકા, ધારિયા અને લોખંડ ની પાઇપ વડે માર માર્યો હતો અને ઈજાઓ પહોચાડવામાં આવી હતી અને તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવા માં આવ્યા હતા અને વધુ સારવાર માટે કે.ડી હોસ્પીટલ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમ્યાન વઘારે ઇર્જાઓ ને કારણે સુખદેવભાઈ શુક્લ નું મોત નીપજયું હતું. મૃત્યુ પામેલ યુવાનનું પી.એમ કરીને અંતિમ વિધિ કરવામાં આવી હતી. અને ગૌતમભાઈ શુક્લ અને ખેત મજૂર વધારે ઈજાઓ ને કારણે હાલ સારવાર હેઠળ છે.
ગામની સીમમાં જમીન હક હિત ના ઝઘડામાં ગેરકાયદેસર રીતે મંડળી રચી પ્રાણ ધાતક હથિયાર અને ધોકા વડે માર મારતા કલોલ ના નામચીન યુવાન રાજબાટા સહિત , રત્નાભાઈ રબારી, રાજુભાઇ રબારી, લાભુભાઈ રબારી તથા બે અજાણ્યા ઈસમો સામે કડી પોલિસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો હતો. અને ધટના ની જાણ થતાં જ જીલ્લા ના ડી.વાય.એસ.પી.
એલ.સી.બી.,એસ. ઓ.જી. સહિત નો કાફલો દોડી આવ્યો હતો. કડી પોલિસ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરી નાખવામાં આવ્યો છે અને આ ઈસમો ને ઝડપી પાડવામાં માટે જીલ્લા ના પોલીસ વડા અચલ ત્યાગી સૂચના અને માર્ગદર્શન હેઠળ કડી પોલિસ સ્ટેશન ના પી.આઇ ડી.બી. ગોસ્વામી તપાસ નો દોર શરૂ કરવામાં આવ્યો છે. સાથે સાથે જીલ્લા ના એલ.સી.બી. એસ. ઓ.જી. પોલીસ ટીમ સહિત કડી પોલિસ ટીમ એમ કુલ ત્રણ ટીમ મળી ને હત્યા કરનાર ઈસમો ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.