ગરવીતાકાત,ભુજ: ભુજના નારાણપર ગામના ૧૯ વર્ષના યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવતા અરેરાટી છવાઈ છે. પ્રકાશ બલરામ પ્રજાપતિ નામના યુવાને ભુજથી ઉપડેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેનની નીચે એકાએક પડતું મૂક્યું હતું.મૃતક યુવાને ફાટક પાસે પોતાનું એક્ટિવા સ્કૂટર પાર્ક કર્યુ હતું. જોકે, મૃતક યુવાનના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.