ગરવી તાકાત,પાલનપુર
એલસીબીની ટીમે બાતમી આધારે છાપો મારતાં જુગારીયા ઝડપાયા
પાલનપુર તાલુકાના ભાવિસણા ગામે જુગાર રમાતો હોવાની માહિતી એલસીબીની ટીમને મળતા એલસીબીના સ્ટાફે છાપો માર્યો હતો જેમાં જુગાર રમતાં જુગારીયા ઝડપાઇ જવા પામ્યા હતા.
આ પણ વાંચો – પાટણ: સાદા પાવડરને બ્રાઉનસુગર જણાવી તોડ કરવા આવેલી નકલી પોલીસની દાળ ના ગળી
બનાસકાંઠા જિલ્લાના ગઢ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પાલનપુર તાલુકાના ભાવિસણા ગામે જુગાર રમાતો હોવાની માહિતી એલસીબીની ટીમને મળી હતી. જે આધારે એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ સહિતના માણસો દ્વારા છાપો મારવામાં આવ્યો હતો જેમાં જુગાર રમતા જીવરામજી રાજુજી ઠાકોર રહે.સલેમપુરા, સંજયજી જેમસિંગ વાઘેલા રહે. શક્તિનગર સુખબાગ રોડ, પાલનપુર, ડાહ્યાજી સોમાજી ઠાકોર રહે વેડચા, તા. પાલનપુર, ઇમરાન રસુલભાઇ રાઠોડ રહે. સુખબાગ રોડ, શાંતિવન સોસાયટી પાલનપુર અને ભીખાભાઇ ધીરાજી ઠાકોર રહે.સલેમપુરા, તા. પાલનપુર તેમજ રાજેશકુમાર ઉધાવદાસ ચેલાણી રહે ઢુંઢીયાવાડી પાલનપુર વાળાઓ જુગાર રમતા રૂ.૧૦,૫૯૦ ની મતા સાથે ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે લીલાજી લખમણજી ઠાકોર રહે. ભાવીસણા વાળો હાજર મળી ન આવતાં કુલ સાત સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રીપોર્ટ – જયંતી મેતીયા