કચ્છમાં એક દલિત પરિવારને એટલા માટે ઢોર માર મારવામાં આવ્યો કારણ કે,તેઓ ભગવાનના મંદિરમાં દર્શન કરવા ગયા હતા. પોલીસે આ કેસમાં લગભગ 20 જણા સામે ગુનો દાખલ કર્યો છે જ્યારે 7 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
કચ્છના ગાંધીધામના ભચાઉ તાલુકાના એક ગામની. એક જ પરિવારના 6 સભ્યો પર ત્રણેક દિવસ પહેલા કથિત રીતે તેમના પર 20 લોકોએ હૂમલો કર્યો હતો.ત્યાર બાદ, ગુજરાત પોલીસે શુક્રવાર સાંજ સુધીમાં 7 વ્યક્તિઓની અટકાયત કરી હતી. હૂમલામાં ઘાયલ થયેલા વ્યક્તિઓએ એવો દાવો કર્યો હતો કે, મંદિરમાં અન્ય એક સમૂદાય દ્વારા આયોજિત એક સમારોહ દરમિયાન રામ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ તેઓને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, તે પીડિતો દ્વારા લગાવાયેલા આરોપોની તપાસ કરી રહી છે.
આ મામલે પોલીસે જણાવ્યુ કે, ઘાયલ થયેલા 6 લોકોને સારવાર અર્થે ભૂજની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયા છે. પીડિતો પર થયેલા હૂમલામાં માઠા અને શરીરના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથીયારના નિશાન છે પોલીસના કહેવા પ્રમાણે, 26 ઓક્ટોબરે સવારે ભચાઉના નેર ગામમાં હૂમલાની બે ઘટનાઓ બની હતી. જેમાં 20 વ્યક્તિના એક ટોળાએ પહેલા દલિત પરિવાર પર પશુઓ અને ખેતરો મુદ્દે હોમલો કર્યો.અને બાદમાં તેઓના ઘરમાં ઘૂસી ગયા હતા. એક પીડીતે જણાવ્યું હતું કે, 26 ઓક્ટોબરે સવારે 10 વાઘ્યે અમને જાણ થઈ કે તેમના ખેતરમાં પશુઓ ઘૂસી આવ્યા છે. બાદમાં કેટલાક લોકોએ પૂછ્યું કે, રામ મંદિરમાં પ્રવેશ કેમ કર્યો હતો જ્યારે ત્યાં પ્રતિષ્ઠા સમારોહ ચાલી રહ્યો હતો ? તેઓએ મારો ફોન આંચકી લીધો અને ઓટો રિક્ષા પર હૂમલો કર્યો જેથી અમો ના લઇ શકીએ.
તમને જણાવી દઈયે કે, આ મામલે પૂર્વ ક્ચ્છ પોલીસ વડા મયુર પાટીલે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યુ છે કે, ઘટનામાં કોઈ જાતિ વૈમનસ્ય કે ખટરાગ લાગતો નથી. મીડિયામાં અને સીસીયલ મીડિયામાં આવી ચર્ચા ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલાએ ચર્ચાનુ જોર પકડતાં હવે રાજ્ય સરકાર સફાળે જાગી છે. જેમાં ડેમેજ કંન્ટ્રોક કરવા માટે રાજ્ય સરકારે પીડિત પરિવારને 21 લાખના સહાયની જાહેરાત કરી છે.