બનાસકાંઠામાં કંગનાના સમર્થમાં કરણી સેનાએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત

સુશાંતસીંહ રાજપુતના આત્યહત્યા કેસમાં કંગના રાણાવતની દલીલ કરી રહી છે કે સુુસાંતે આત્મહત્યાની પરંતુ તેનુ મર્ડર કરવામાં આવ્યુ છે અને શીવશેના સરકાર રીયા ચક્રવર્તીને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, જેથી શીવશેના સરકાર અને કંગના રાણાવત વચ્ચે ઘર્ષણ પેદા થયેલુ છે.

આ વિવાદ લાંબો ખેંચાતા કંગના રાણાવતે એક બયાનમાં કહી દીધુ હતુ કે મુબંઈમાં હવે પી.ઓ.કી. જેવુ લાગી રહ્યુ છે, જેના જવાબમાં શીવશેનાના નેતા સંજય રાઉતે સલાહ આપતા જણાવ્યુ હતુ કે જો કંગનાને મુંબઈ પી.ઓ.કે. લાગતુ હોય તો તેેને મુબઈમાં ન આવવુ જોઈયે, અને ત્યાર બાદ શીવશેના અને ભાજપના ગંઠંબધનથી ચાલતી મુબઈ મહાનગરપાલીકાએ કંગના રાણાવતની ઓફિસના આગળના ભાગને ગેયકાયદેસર જણાવી તોડી નાખી હતી. 

કંગનાની ઓફિસની તોડફોડને લઈ કરણી સેના હરકતમા આવી  વિવાદના મેદાનમાં ઉતરી ગઈ છે, અને કંગનાના સમર્થનમાં દેશ અને રાજ્યભરમાં વિવિધ જગ્યાએ આવેદનપત્રો સોંપી રહી છે. એવામાં શુક્રવારના રોજ બનાસકાંઠા જીલ્લા કલેક્ટરને પણ કરણી સેનાએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્ર સોંપતા કરણી સેનાએ જણાવ્યુ હતુ કે જો સુશાંતસીંહ રાજપુત અને કંગનાને ન્યાય નહી મળે તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશુ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.