બનાસકાંઠા જિલ્લામાં દાની ડેટા નામની એપમાં રૂપિયા ૧૨પ કરોડથી વધુનું ફુલેકુ ફેરવાયું હોવાની આશંકા 

શેર કરવા અહીં ક્લિક કરો.

— લોકોએ ડબલ પૈસા કમાવવાની લાલચમાં એપમાં પૈસા રોક્યા અને રાતોરાત સિસ્ટમ બંધ થઈ ગઈ :

ગરવી તાકાત પાલનપુર : કહેવત છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.. આ કહેવત બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સાર્થક થવા પામી છે. બનાસકાંઠા જીલ્લાના પણ મોટી સંખ્યામાં લોકોએ દાની ડેટા નામની એપમાં પૈસા રોક્યા હતા. જેમાં આ એપ્લિકેશનમાં રૂપિયા બાદ રાતોરાત બંધ થઇ જતાં લોકો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો.
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં દાની ડેટા નામની એક એપમાં લોકોને ઘેલું લાગ્યું અને લોકોએ કરોડો રૂપિયા રોકી દીધા હતા. આ એપ્લિકેશનમાં ફૂટબોલની ક્રિકેટ ટીમ ના નામે બેટીંગ કરવા માટે નાણાં રોકવામાં આવતા હતા અને તેમાં વ્યાજ સાથે અમુક ટકા રકમ એપ્લિકેશનના બેલેન્સમાં જમા થતી હતી ત્યાર બાદ આ રકમ જે પણ વ્યક્તિ આ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તે પોતાના ખાતામાં પણ ડિપોઝિટ કરી શકે તે પ્રકારની આ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી.
જેમાં એક વ્યક્તિ બીજાને અને બીજાએ ત્રીજાને આ એપ વિશે જાણકારી આપી અને ત્યારબાદ લાખો લોકો આ એપ્લિકેશનમાં જોડાતા ગયા હતા. જેમાં માત્ર બનાસકાંઠા જિલ્લાના રૂપિયા ૧૨૦ કરોડથી વધુ લોકો ના પૈસા આ એપમાં ફસાયા હોવાનું હાલમાં સૂત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે. આમ લોભ લાલચમાં આવીને લોકોએ આ એપ્લિકેશનમાં કરોડો રૂપિયા રોક્યા અને હાલમાં આ એપ બંધ થઇ જતાં લોકોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

— રોકેલા નાણાં એક મહિનામાં ડબલ થઈ જતા હતા :

આ એપ્લિકેશનમાં જે વ્યક્તિ નાણાં રોકતા હતા તે નાણા એક મહિનો થતાં થતાં ડબલ થઇ જતાં હતાં જે લાલચમાં આવીને લોકોએ પહેલા થોડાક નાણાં રોક્યા બાદ ધીમે ધીમે લાલચ વધતાં કેટલાક લોકોએ તો લાખો રૂપિયા રોકી દીધાં હતાં અને રાતોરાત આ એપ બંધ થઇ જતાં લોકોએ લાખો રૂપિયા ગુમાવવા પડ્યા છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.