અરવલ્લી જિલ્લામાં લાખો રૂપિયાના ઘરેણાની ચોરી, તસ્કરો બેફામ પોલીસ ચોરને શોધી રહી છે

March 28, 2022

ગરવી તાકાત સાબરકાંઠા : જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે આવેલ ચામુંડા જવેલર્સમાં સોના ચાંદી અને રોકડની લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ત્રણ ટિમો બનાવી તપાસ શરૂ કરી છે. ડેમાઈ ગામે મોડાસા-નડિયાદ સ્ટેટ હાઈવે પર આવેલ ચામુંડા જવેલર્સમાં તસ્કરોએ હાથફેરો કરી 700 ગ્રામ સોનુ અને 17 કિલો ચાંદી અને 90 હજાર રૂપિયા રોકડા મળી 48.75 લાખની મત્તા લઈ તસ્કરો પલાયન થઈ જતા જવેલર્સ માલિક પર આભ તૂટી પડ્યું છે.

તસ્કરોએ રાત્રીના સમયે બંધ દુકાનના આગળના દરવાજાના તાળા તોડી આગળની ગ્રીલનો નકુચો છૂટો પાડી દુકાન અંદર ઘુસી દુકાન રફેદફે કરી નાખી તસ્કરો એ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. આગળ દુકાન અને પાછળ મકાન હોવાથી પરિવાર પાછળ સૂતો હતો હોવા છતાં તસ્કરોએ બિન્દાસ્ત બની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીને અંજામ આપનારા ત્રણ ચોર સીસીટીવીમાં કેદ થયા છે. જવેલર્સના માલિકે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

જવેલર્સની દુકાનમાં બનેલ ચોરીની ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી સહિતનો પોલીસ કાફલો તપાસ માટે દોડી આવ્યો હતો. લાખ્ખો ની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાતા તપાસ જિલ્લા એલસીબીને સોંપવામાં આવતા એલસીબી દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી અલગ અલગ ત્રણ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે. હાલ તો પીલોસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ ચલાવાઇ રહી છે.

તસવિર અને આહેવાલ : ભરતભાઇ  ભાટ–હિંમતનગર

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0