ધાનેરા તાલુકાના અનાપૂર ગામમાં ગૌચર પરના દબાણો દૂર કરવા પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર પહોંચતા હોબાળો ??

શેર કરવા અહીં ક્લિક કરો.

— ધાનેરા તાલુકાના અનાપૂરછોટા ગામમાં પાંજરાપોળ સહિતના 127 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓને અગાઉ નોટીસ ફટકારી હતી :

ગરવી તાકાત ધાનેરા : ધાનેરા તાલુકાના અનાપૂર ગામ માં સતત બીજા દિવસે પોલીસ બંદોબસ્ત સાથે વહિવટી તંત્રની ટીમ ગૌચરની જમીનમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા પહોંચી હતી.મંગળવારે અહીં કાચા પાકા ૩૦ જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા.જયારે ફરી બીજા દિવસે બાકીના દબાણો હટાવવા કાર્યવાહી કરવામાં આવતા દબાણકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો.

હાઈકોર્ટ દ્વારા ધાનેરાના અનાપૂર  છોટા ગામમાં આવેલી ગૌચર જમીન પર વર્ષોથી કરવામાં આવેલા  ગેરકાયદેસર દબાણ દૂર કરવા  આદેશ કર્યો હતો. જેના પગલે તાલુકા પંચાયત દ્વારા  કુલ ૧૨૭ જેટલા દબાણકર્તાઓને નોટીસો આપવામાં આવી હતી. ત્યારબાદ અનાપુર છોટામાં દબાણો  તોડી પાડવા માટે બે દિવસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મંગળવારે પોલીસ બંદાબસ્ત સાથે ગૌચરમાં કરવામાં આવેલા કાચાપાકા મકાનો અને ગૌશાળાના દબાણો પૈકી ૩૦ જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.તે વખતે ગૌશાળાના દબાણ ને લઈ હંગામો  થયો હતો.જયારે બીજા દિવસે સાંજ નાં સમયે દબાણ બાબતે પરિવારો પોતાના બાળકો મહિલાઓ સાથે રજૂઆત કરવા માટે આવી પહાચતા હોબાળો થયો હતો.

તેમણે અન્ય જગ્યા એ રહેણાક ની વેવસથા ની માગ સાથે તાલુકા વિકાસ અધિકારી  સમક્ષ રજૂઆત કરી હતી.જેના પગલે હાલ દબાણ તોડવાની કામગીરી અટકી પડી હતી.જોકે,વહિવટી તંત્ર ગૌચર પર કરવામાં આવેલા દબાણો દુર કરવા મક્કમ હોવાનું જાણવા મળે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.