અંબાજીમાંથી ફૂડ વિભાગે ઘીનાં સેમ્પલ લીધા હતા, જે ફેઇલ થયાં છે. ફૂડ વિભાગે ભાદરવી પૂનમ પહેલાં 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા
અંબાજી મંદિરના પ્રસાદ- મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઇલ નીકળ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા નમૂનાઓમાં ભેળસેળ હોવાનુ સામે આવ્યું
મોહિની કેટરર્સ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવે છે અને એમાં ઘીનો ઉપયોગ થતો હોય છે
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 03 – યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ બનાવતી મોહિની કેટરર્સ એજન્સીના ઘીનાં સેમ્પલ ફેઇલ થયાં છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે ઘીનાં સેમ્પલ લીધા હતા, જે ફેઇલ થયાં છે. ફૂડ વિભાગે ભાદરવી પૂનમ પહેલાં 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. ત્યારે ઘીનાં સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ રિપોર્ટ આવતાં એ સેમ્પલો ફેઇલ થયાં છે. મોહિની કેટરર્સ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવે છે અને એમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ફૂડ વિભાગે ઘીના ડબ્બાઓનું સેમ્પલ લેતાં એનો રિપોર્ટ ફેઇલ સાબિત થયો છે. 7 દિવસ ચાલેલા મહામેળામાં 45 લાખ લોકોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં મંદિરને 4 કરોડ 61 લાખની પ્રસાદની આવક થઈ હતી.
અંબાજી મંદિરના પ્રસાદ- મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઇલ નીકળ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા નમૂનાઓમાં ભેળસેળ હોવાનુ સામે આવ્યું છે. મોહનથાળ બનાવવા માટે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું છે. મોહનથાળના ઘીના નમૂના ફેઇલ નીકળતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 15 કિલોના 200 જેટલા ઘીના ડબ્બા ફેઇલ કર્યા છે. જિલ્લા કલેક્ટરે મંદિરમાં પ્રસાદ બનાવતા કોન્ટ્રેક્ટરને પણ બ્લેક લિસ્ટ કરાયો છે.
અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘીનાં સેમ્પલ ફેઇલ થયાં છે. આરોગ્ય વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળા અગાઉ ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવતા મોહિની કેટરર્સમાંથી ઘીનાં સેમ્પલ લેવાયાં હતાં. ફુડ વિભાગે જે-તે સમયે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. આ ઘીનાં સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયાં હતાં, જે ફેઇલ નીકળ્યાં છે.