અંબાજીમાં નશામાં ‘‘ઝૂમ બરાબર ઝૂમ’’ થઇ પોલીસ કર્મીએ બાઇક ચાલકને ટક્કર મારી  

February 5, 2024

પોલીસકર્મીની કારમાંથી વિદેશી દારૂની 3 આખી બોટલો અને 1 અડધી બોટલ પણ મળી આવી

પાલનપુર પોલીસમાં ફરજ બજાવતાં કર્મીએ મોટર સાયકલ ચાલકને ટક્કર મારી 

બાઇક પર જઇ રહેલા ભાઇ બહેન ટક્કર મારતાં ભાઇને અંબાજીમાંથી વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો 

ગરવી તાકાત, અંબાજી તા. 05 –  અંબાજી : શક્તિપીઠ અંબાજીમાં જ દારૂની રેલમછેલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પહેલા દારૂના નશામાં યુવકે 51 શક્તિપીઠ સર્કલ પર ચડીને ધમાલ મચાવી હતી. ત્યારે હવે અંબાજીમાં પોલીસકર્મી જ દારૂના નશામાં વાહન હંકારીને અકસ્માત સર્જી રહ્યા છે. ખુદ સ્થાનિક લોકોને આવા પોલીસકર્મીઓને પકડીને પોલીસ સમક્ષ હાજર કરવા પડી રહ્યા છે.

અંબાજીમાં પોલીસ માટે લાંછનરૂપ બનાવ બન્યો છે. નશાની હાલતમાં પોલીસ કર્મીએ કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. નશાની હાલતમાં વાહન હંકારી ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક સવાર યુવક અને તેની બહેનને ઈજા પહોંચતા અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાઈક સવારને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલક પોલીસ કર્મી હોવાનું અને પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર દલાભાઈ કેસરભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું હતું અને પોતે નશાની હાલતમાં હતો. પોલીસકર્મીની કારમાંથી અંગ્રેજી દારૂની 3 આખી બોટલો અને 1 અડધી બોટલ પણ મળી આવી હતી. સ્થાનિક લોકોએ વાહન ચાલક પોલીસકર્મી સહિત તેના સાથીદારને પકડીને પોલીસ સ્ટેશન લઈને પહોંચ્યા હતા. અંબાજી પોલીસે સમગ્ર મામલે કારને કબજે કરી લીધી છે અને પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0