ગરવી તાકાત
NCRB ના એક આંકડા અનુસાર ભારતમાં 1996 બાદ અત્યાર સુધી કુલ 296,438 ખેડુતોએ આત્મહત્યા કરી છે, એને જો દિવસમાં ફેરવવામાં આવે તો એક દિવસના 32 કે 33 થાય, મતલબ રોજ 32 ખેડુત આત્મત્યા કરે છે, આ આત્મહત્યાઓ ખેડુતો આર્થીક રીતે દેવામાં ડુબી ગયેલ હોય છે અથવા પાક નિષ્ફળ ગયો હોવાથી કરતા હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે એક સુશાંતસીંહની આત્મહત્યા ઉપર પોતાની સહાનુભુતી દર્શાવનારા અને સુશાંતને ન્યાય અપાવવાની માંગ ઉઠાવનારા ક્યારેય આ આત્મહત્યાઓ વિશે પોતાનુ મોઢુ ખોલતા જોવા નથી મળતા. અહી જ તેઓની ખોખલી અને સુવિધાનુસાર સંવેંદનશીલતા સમજમાં આવી જતી હોય છે.
આ પણ વાંચો – ભારતના પ્રથમ મહિલા હ્રદયરોગ નિષ્ણાત એસ.આઈ.પદ્માવતીનુ કોવીડ-19 ના કારણે મ્રૃત્યુ
NCRB- નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો નેશનલ ના આંકડા અનુસાર ભારતમાં ખેડૂતો અને મજુર દ્વારા કરાતા આત્મહત્યાના ચોંકાવનારા આંકડા રજુ થયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો નેશનલ દ્નારા રજુ કરાયેલા આંકડા મુજબ દેશમાં 2019 માંં 42,480 ખેડૂતો અને મજુરોએ જીવન ટૂંકાવ્યું હતું.
આ પણ વાંચો – પ્રશાંત ભુષણ અવમાનના કેસ: ના કોઈ માફી માંગીસ કે ના કોઈ ઉદારતાની માંગ કરીશ
આ રિપોર્ટમાં જણાવાયા મુજબ 2018માં થયેલા આપઘાત કરતાં 2019માં ખેડૂતોના આપઘાત ઘટ્યા હતા પરંતુ મજુરોના આત્મહત્યાઓમાં કોઈ ફેરફાર આવ્યો નથી. 2018 માં 10, 357 ખેડૂતોએ પોતાનુ જીવન ટુંકાવ્યુ હતુ. એની કમ્પેરમાં 2019માં 10,281 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. 2018માં શ્રમિકોના આત્મહત્યાની સંખ્યા 30,132નો હતી જે વધીને 2019માં 32,559નો થઈ છે એટલે કે આગલા વર્ષની તુલનાએ 2019માં વધુ મજુરોએ આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો – રાહુલ ગાંધી: સરકાર ભારતીય અર્થવ્યસ્થાની દુર્દશાને ભગવાનની મર્જી માને છે
NCRB ના આ રિપોર્ટના જણાવાયા અનુસાર દેશમાં થતા કુલ આત્મહત્યાઓમાં 7.5 ટકા હિસ્સો ખેતીવાડી સાથે સંકળાયેલો છે, જે ખેતીમાં આવેલુ ક્રાઈસીસ સુચવે છે.. 2018માં ભારતમાં કુલ 1 34 516 વ્યક્તિએ આપઘાત કર્યો હતો. આ આંકડો વધીને 2019માં 1 લાખ 39 હજાર 123નો થયો હતો. ખેતીવાડી સાથે સંકળાયેલા આત્મહત્યા ની સંખ્યામાં 2018માં 3,749 પુરુષોનો સમાવેશ હતો અને 575 મહિલાઓ હતી. 2019માં 5,563 પુરુષો અને 294 મહિલાઓ હતી.