ઓમિક્રોન વેરિઅન્ટે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. યુએસમાં આરોગ્ય તંત્રને મોટો ફટકો પડયો છે તો બ્રિટન, ઇટલી અને ફ્રાન્સમાં સતત ઓમિક્રોનના કેસો વધી રહ્યા હોવાથી સરકારોની હાલત કફોડી થઇ ગઇ છે.ઓમિક્રોનના હાહાકારને કારણે આખી દુનિયામાં નવા વર્ષની ઉજવણી ફીકી પડી ગઇ હતી અને તમામ દેશોમાં ફલાઇટો રદ કરવામાં આવી હોવાને કારણે પ્રવાસીઓની હાલાકી વધી ગઇ હતી. રશિયા અને દક્ષિણ આફ્રિકામાં હાલતમાં મામૂલી સુધારો જણાયો છે પણ રશિયામાં મરણાંક હજી ચિંતા ઉપજાવે તેવો મોટો છે
યુએસમાં ઓમિક્રોનના કેસોમાં મોટો વધારો થવાને પગલે ૭૮ ટકા આઈસીયુ બેડ ભરાઇ ગયા છે. સીડીસીના આંકડાઓ અનુસાર અમેરિકામાં ગયા સપ્તાહમાં કોરોનાના બાવીસ લાખ કરતાં વધારે નવા કેસો નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા ૫૪ કરોડ થવાને આરે છે જ્યારે કુલ કોરોના મરણાંક સવા આઠ લાખે પહોંચવાની તૈયારીમાં છે
ફલોરિડામાં જ એક દિવસમાં ૭૫ હજાર કરતાં વધારે કોરોનાના કેસો નોંધાયા છે. યુએસમાં એક જ દિવસમાં ૧૪૦૯ જણાના મોત થયા હતા. બીજી તરફ બ્રિટનમાં શુક્રવારે કોરોનાના નવા ૧,૮૯,૮૪૬ કેસો નોંધાયા છે અને ૨૦૩ જણાના મોત થયા છે તો બીજી તરફ ઇટાલીમાં શુક્રવારે કોરોનાના ૧,૪૪,૨૪૩ નવા કેસો નોંધાયા હતા અને ૧૫૫ જણાના મોત થયા હતા.
ઇટાલીમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૩૭,૪૦૨ થયો છે. ફ્રાન્સમાં પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ જણાવ્યું હતું કે ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૩૨,૨૦૦ કેસો નોંધાયા છે અને આગામી થોડા સપ્તાહો દેશ માટે કઠિન નીવડશે. યુરોપમાં હવે ફ્રાન્સ કોરોના મહામારીનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે
બીજી તરફ રશિયામાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે પણ મરણાંક ઘટયો નથી. રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૦,૫૧૯,૭૩૩ થઇ છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૭ જણાના મોત થયા છે. ઓમિક્રોન મોટાપાયે ફેલાવાને કારણે તેની દુનિયાના વિમાનપ્રવાસ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. દુનિયામાં શુક્રવારે ૨૪૦૦ થી વધારે ફલાઇટ રદ કરવી પડી હતી. માત્ર યુએસમાં જ ૧૧૦૦ કરતાં વધારે ફલાઇટસ રદ કરવી પડી હતી
ચીનમાં પણ જાહેરમાં નવા વર્ષની ઉજવણીઓ રદ કરવામાં આવી છે. દરમ્યાન યુકેમાં ઓમિક્રોનના નવા દર્દીઓમાં ૮૫ ટકા દર્દીઓ એવા જણાયા હતા જેમણે કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ લીધો નહોતો. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ તેના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરતાં જણાવ્યું હતું કે ૮૧૫ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ૬૦૮ દર્દીઓએ બૂસ્ટર ડોઝ લીધો ન હોવાનું જણાયું હતું
જ્યારે ચોથા ભાગના દર્દીઓએ કોરોનાની રસીનો એક પણ ડોઝ લીધો નહોતો. આંકડાઓ દર્શાવે છે કે કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ લેવાથી ઓમિક્રોનના ચેપને કારણે હોસ્પિટલાઇઝેશનનું જાેખમ ૮૮ ટકા ઘટે છે. કોરોનાની રસીના બે ડોઝ લીધા હોય તો છ મહિના સુધી હોસ્પિટલાઇઝેશનનું જાેખમ ૭૨ ટકા ઘટે છે. બ્રટનમાં હજી ૯૫ લાખ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો નથી
ન્યુજ એજન્સી