કડીના શેડફા ચોકડી પાસે આવેલ ખાનગી કંપનીમાં યુવકના ગુદાના ભાગે એરકોમ્પ્રેસર ની એર ની પાઇપ લગાવી દેતાં યુવક ગંભીર ઈજાગ્રસ્ત

શેર કરવા અહીં ક્લિક કરો.

— સેડફા ચોકડી પાસે આવેલ ટેકવે ઈન્ટરનેશનલ કંપનીની ઘટના :

— 15 દિવસ પૂર્વે છત્રાલ હાઇવે ઉપર આવેલ એકમમાં એરકોમ્પ્રેસર ની પાઇપ સગીર ના ગુદાના ભાગે લગાવતા સગીર નું થયું હતું મૃત્યુ

— સહકર્મીએ હુંસાતુંસી માં યુવકના ગુદાના ભાગે પાઇપ લગાવી દેતા યુવક ગંભીર ઈજાગ્રસ્ત :

— યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ :

ગરવી તાકાત મહેસાણા :  કડી પંથકમાં પંદર દિવસના સમયગાળામાં ફરીવાર વિચિત્ર ઘટના જોવા મળી છે.છત્રાલ હાઇવે ઉપર આવેલ કંપનીમાં મસ્તીમાં સહકર્મી એ સ્ફુરણા ગુદાના ભાગે એરકોમ્પ્રેસર ની એર ની પાઇપ લગાવી દેતાં મોત નીપજ્યું હતું જે ઘટનાને લોકો હજી પણ ભૂલ્યા નથી ત્યાં સેડફાં ચોકડી ઉપર આવેલ અન્ય ખાનગી કંપનીમાં ફરી થી આવીજ ઘટના સામે આવી છે.
કડીના સેડફા ચોકડી પાસે આવેલ ટેકવે ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કપડાં ઉપર પ્લાસ્ટિક ના વેસ્ટને સાફ કરવા માટે વપરાતા એરકોમ્પ્રેસર ની એર ની પાઇપ સહકર્મી એ યુવકના ગુદાના ભાગે લગાવી દેતાં યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.યુવકના પિતાએ કડી તાલુકાના બાવલું પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બાવલું પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત યુવકના પિતાએ નોંધાવેલ ફરીયાદ અનુસાર  કડી તાલુકાના શેડફા ચોકડી પાસે આવેલ ટેકવે ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતા કર્મચારીએ યુવકના ગુદાના ભાગે એર કમ્પ્રેસરની પાઇપ લગાવી દેતાં સગીર ઘાયલ થતા તેઓને અમદાવાદની સાલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા  આવ્યો હતો
પરપ્રાંતીય યુવકના પિતા રઘુરાજ રામકેવલ ગૌતમ મૂળ અમેઠી ઉત્તરપ્રદેશ હાલ રહે ડ્રાઈવરનો ધંધો કરે છે તેમનો  દિકરો છેલ્લા 3 મહિનાથી શેડફા ચોકડી પાસે આવેલ ટેકવે ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો   જેઓ આઇસર લઇને મુંબઇ ગયા હતા ત્યારે તેમના જીજાજી દુર્ગાપ્રસાદ નો ફોન આવ્યો હતો કે તમારા દીકરાને ગુદાના ભાગે કંપનીમાં સાથી કર્મચારીએ  એરકમ્પ્રેસરની પાઇપ લગાવી દેતા તે ઘાયલ થતાં તેને સોલા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને હાલ સારવાર ચાલુ છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.