પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: વિજાપુર તાલુકાના આઉટ પોસ્ટ નજીકના ગેરીતા ગામે આર.સી.સી. રોડના લેબર કોન્ટ્રાકટર ના કામે ગેરરીતી આંચરી ચેક માં છેદછાડ કરી લાખો   રૂપિયાનું ઠગાઈનું ફલેકું ફેરવ્યું. લેબર કામ ના રૂ:-૧.૨૮ લાખ ના ચેકમાં જાતે ૩૧.૨૮ લાખનો સુધારો કર્યો ખોટો ચેક સાચા તરીકે બેંક માં જમા કરાવતા   બાઉન્સ થયો આમ મૂળ રાક્મ ની આગળ એક અંક નો વધારો કરી લખો રૂપિયાની ગેરરીતી આંચરતા લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ ના પગલે નેગ્રો એક્ટ કલમ ૧૩૮ મુજબ ઠગાઈ નો ગુનો નોંધ્યો.

ચેકની રકમ રૂ:-૧,૨૮,૬૫૫ માં રકમ ની આગળ ‘૩’નો અંક લખી ૩૧,૨૮,૬૫૫ નો મોટો આંકડો જાતે સુધારી મૂળ રકમ થી વધુ ૩૦ લાખની ઠગાઈ કર્યા નો મામલો વિજાપુર કોર્ટમાં નેગ્રો એક્ટ ૧૩૮ મુજબ માંમાંલોન દર્જ થયો.આર.સી.સી રોડના લેબર કોન્ટ્રાકટર માં રાતો રાત    માલેતુજાર થઇ જવાના ઈરાદે લેબર કોન્ટ્રાકટરે લાખો રૂપિયાનો ચૂનો મામલો ગેરીતા ગામે બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વિજાપુર તાલુકાના ગોરીતા ગામે અમરપુરા પામોલ રોડ પર રહેતા દશરથજી મગનજી ચૌહાણ ઉ.વ.૫૫ ની વિજાપુર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ માં લાખોની ઠગાઈના મામલાની ચોકાવનારી વિગતો પોલીસ ફરિયાદ માં બહાર આવી છે.

વિજાપુર પોલીસ મથકમાં થયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ વિસનગર તાલુકાના રંગાકુઈ ગામના ચૌધરી પંકજકુમાર શંકરભાઈના હસ્તકમાં ગેરીતા ગામના આર.સી.સી ના રોડ નું લેબર કોન્ટ્રાકટરનું કામ ચાલતું હતું.સને ૨૦૧૮ ડિસેમ્બર માસની ૨૧ મીના રોજ શરુ કરેલ કામ ના જાહેરતાણા ના નાણા નો ચેક આપવામાં આવ્યો હતો. લેબરના રૂ:-૧,૨૮,૬૫૫ /- ના ચેક , લખેલ   રકમ માં આરોપીએ ચેક માં જાતે છેડછાડ કરીને રૂ:-૩૧,૨૮,૬૫૫/-જેટલી રકમ લખી ચેકની રકમ માં સુધારો કર્યો જે સુધારેલ રકમ વાળો ચેકની રકમ વાળો ચેક ઠગાઈ આચરવાન ઈરાદે ખોટા ચેક ને સાચા તરીકે બેંક માં આરોપીએ જમા કરાવતા ચેક બેંક માંથી બાઉન્સ થતા ગેરરીતી આચાર્યનો ભાંડો ફૂટ્યો હતો.

ફરિયાદી દશરથજી મગનજી ચૌહાણ ના જણાવ્યા મુજબ તેમને લેબર કોન્ટ્રાકટર ચૌધરી પંકજકુમાર શંકરભાઈ ને રૂ:-૧,૨૮,૬૫૫ /-નો     ચેક આપ્યો હતો, જેમાં આરોપીએ છેડછાડ કરી હતી.ફરિયાદીના જણાવ્યા મુજબ ચેક બાઉન્સ થયા ની જાન થતા ચેકમાં આચરેલી ગેરરીત બહાર આવી હતી. આ અંગે દશરથજી મગનજી ચૌહાણ ઉ.વ.૫૫ (ધંધો ખેતી રહે: ગેરીતા તા.વિજાપુર)એ રંગાકુઈ ના રહીશ ચૌધરી પંકજકુમાર શંકરભાઈ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકમાં ગઈકાલે પોલીસ ફરીયાદ કરી હતી.

પોલીસ ફરિયાદ ના પગલે વિજાપુર પોલીસે ચોધરી પનાક્જ કુમાર શંકરભાઈ વિરુદ્ધ નેગ્રો એક્ટ કલમ ૧૩૮ મુજબ વિજાપુર કોર્ટમાં મામલો દર્જ કરાવ્યો હતો. આમ ચેકમાં છેડછાડ કરવા અને વિશ્વાસઘાત કરવાના મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરી હતી.

Contribute Your Support by Sharing this News: