વિજાપુરની સાબરમતી નદીમાં ગેરકાયદેસર રેતીનુ ખનન કરતી ગેેંગ ઝડપાઈ, 14 લાખનો દંડ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગત સોમાવારે મહેસાણા ખાણ અને ખનીજ વિભાગે તથા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી વિભાગે વિજાપુરની સાબરમતી નદીના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ખનન કરતી એક ગેંગને ઝડપી પાડી છે. જેમાં કુલ 14.14 લાખ ની ખનીજ ચોરી કરી હોવાનુ બહાર આવ્યુ છે. આ મામલે ચાર આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

વિજાપુરના ધનપુરા(ઘાંટુ) નજીક સાબરમતી નદીના વિસ્તારમાં ખનીજ વિભાગ દ્વારા પેટ્રોલીંગ થઈ રહ્યુ હતુ ત્યારે અહિ હીટાચી મશીન અને ડમ્પર વડે ગેરકાયદેસર રીતે રેતીની ખનન થઈ રહ્યુ હોવાનુ માલુમ પડ્યુ હતુ. તેઓ સરકારની મિલ્કતને નુકશાન પહોચાંડી પરમીટ વગર રીતીનુ ખનન કરી રહ્યા હતા. જેમાં હિટાશી મશીન વડે રેતીને ખોદવામાં આવી રહી હતી. અને આ ખોદાયેલી રીતેને ભરવા માટે  ડમ્પરનો ઉપયોગ થઈ રહ્યો હતો. જેથી આ અનઅધિકૃત પ્રવૃતીને  ખનીજ વિભાગના કર્મચારીઓએ તુંરત રોકી આ સાધનના માલીકો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો – કડી: આઠમનુ નિવેધ કરવા ગયેલ ડોક્ટરના બંધ મકાનમાં 1.37 લાખની ચોરી

આ જગ્યાએ ખનીજ તથા ભુશ્તરશાસ્ત્રી વિભાગે ગેરકાયદેસર રીતે થયેલ રેતીના ખનનની માપણી કરેલ છે. જેથી માહિતી મળી શકે કે અત્યાર સુધી આ ગેંગ દ્વારા કેટલુ ખોદકામ કરી રેતીની ચોરી કરાયેલ છે. કોમ્ય્યુટરાઈઝ દ્વારા ડીઝીટલ માપણી શીટ ઉપરથી નદીના પટની ઉંડાઈ જાણી આ આરોપી સામે કાર્યવાહી કરવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધી ગેરકાયદેસર રીતે જે પણ ખોદકામ કરી  ખનન કરેલ છે એનુ વળતર આ ગેંગ પાસેથી વસુલ કરવાનુ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ છે.

જેમાં પટેલ વિજયકુમાર બેચરભાઈ (2) ડમ્પરના માલીક ઉપેન્દ્ર બાબુભાઈ પટેલ,(3) ડમ્પરનો ડ્રાઈવર કાન્તીજી તરસંગજી ઠાકોર (4) હીટાચી મશીનનો ડ્રાઈવર યાદવ રાજેશ રાજરૂપ વિરૂધ્ધ આઈપીસી  તથા માઇનસ  એનડ  મીનરલ્સ (ડેવલેપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ   તથા  ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખાણકામ /હેરફેર અને  સંગ્રહ નિવારણ )નિયમો, તથા  ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમ  મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.