— ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતની ગાદી પર પણ યોગી જેવા ક્ષત્રિય cmની જરૂર છે : રાજ શેખાવત :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા: રાજકીય પક્ષો દ્વારા ક્ષત્રિય સમાજની કરાતી અવગણનાને લઈ આજે મહેસાણા આવેલા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતએ રાજકીય પક્ષોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને ટિકીટ આપી વિધાનસભામાં વધુ પ્રતિનિધિત્વ આપવા માગણી કરી હતી. જે રાજકીય પક્ષ વધુ ટિકિટ આપશે તેમને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમર્થન ક્ષત્રિય સમાજ આપશે.
ઉત્તર ગુજરાતમાં દરબારો અને ઠાકોરો એટલે કે ક્ષત્રિયની બહુમતી સંખ્યા હોવાથી વધુને વધુ ટિકિટો મળે તેવી રાજકીય પક્ષો પાસે માગણી કરી હતી. જો અવગણના કરાશે તો ઉત્તર ગુજરાતમાં દરબારો અને ઠાકોરો અપક્ષ ઉમેદવારોને ઉભા રાખી અને વિધાનસભામાં મોકલશે તેમ જણાવ્યું હતું.
યુપીમાં યોગી આદિત્યનાથના સુશાસનના વખાણ કરતા રાજ શેખાવતએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં પણ ગાદી પર ક્ષત્રિય cm હસે તો બહેન દીકરીઓ સુરક્ષિત બનશે. વધુમાં કહ્યું હતું કે નૂપુર શર્માને ધમકી આપનારા તત્વોના નંબર અમને આપો અમારી કરણી સેના તેમને સબક શીખવાડશે.
આગામી 2 જુલાઈના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવપુરા ખાતે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીઓના ભાગરૂપે મુલાકાત લેવા આવેલા રાજ શેખાવત વધુમાં કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ બહુ મોટો સમાજ છે
જેમાં પડેલા ફાટાઓ આપણે દૂર કરી અને એકતા બતાવવાની જરૂર છે. ક્ષત્રિય સમાજનું એક થવું નવી પેઢી માટે જરૂરી છે. રાજકીય , વ્યવસાઇક, શૈક્ષણિક અને રોજગારીક ક્ષેત્રે સમાજને પ્રતિનિધિત્વ અપાવવું એ મારું દાયિત્વ છે.