તારી કોઈ બહેનપણી હોય તો મારું સેટિંગ કરાવી આપને’ કહી સસરાએ પુત્રવધૂની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— પુત્રવધૂને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

ગરવી તાકાત બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા વાવના એક ગામમાં સસરાએ પુત્રવધૂને તેની બહેનપણી સાથે સેટિંગ કરાવવાનું કહી ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પુત્રવધૂ દ્વારા સસરા સામે વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

— સસરાએ પુત્રવધૂનો એકલતાનો લાભ લઈ છેડતી કરી
આ સમગ્ર ઘટનાની વિગત જોઇએ તો, વાવ પોલીસ સ્ટેશન મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ 14 જાન્યુઆરી 2022ના ફરિયાદીનાં સાસુ મજૂરીકામ અર્થે ગયાં હતાં, જ્યારે પતિ અને તેના સસરા ઘરે હતા. બપોરના સમયે ફરિયાદીના સસરાએ તેના પુત્રને પૈસા લેવા માટે સુઈગામ મોકલ્યો હતો. ત્યારે ફરિયાદી મહિલા ઘરમાં જમવાનું બનાવતી હતી. એ સમયે ફરિયાદીના સસરાએ એકલતાનો લાભ લઈ તેની પુત્રવધૂ પાસે આવીને કહ્યું હતું, ‘તારે કોઈ બહેનપણી હોય તો મારું સેટિંગ કરાવી આપને’. આ વાત સાંભળતાં જ પુત્રવધૂ ગભરાઈ ગઈ હતી.

— સસરાએ પુત્રવધૂને ગડદાપાટુનો માર માર્યો: આ ઘટના બાદ પુત્રવધૂ ઘરના છાપરામાં જતા તેના સસરાએ તેની પાછળ જઈ હાથ પકડી તેની તરફ ખેંચીને કપડાં ફાડી નાખતાં પુત્રવધૂએ બચવા માટે બૂમાબૂમ કરી હતી, જેથી ઉશ્કેરાયેલા સસરાએ પુત્રવધૂને ગડદાપાટુનો માર મારી આ બાબતેની કોઈને વાત કરીશ તો હું તને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપી જતા રહ્યા હતા.

— પુત્રવધૂએ પોલીસમાં ફરિયાદ નોંધાવી: આ બાબતે ફરિયાદીએ તેના પતિને વાત કરતાં તેણે કહ્યું, તું આ બાબતે કોઈને વાત કરીશ નહીં, આપણે સમાજમાં બદનામ થઈ જઈશું અને ફરિયાદીને તેના પિયર મૂકી આવ્યાં હતાં, જોકે થોડા દિવસો બાદ ફરિયાદીના સસરાએ તેના પિતાને ફોન કરીને તમારી દીકરીને કેમ મોકલતા નથી, એમ કહેતાં મારા પિતાએ મને મારી સાસરીમાં મોકલવા વાત કરતાં ના છૂટકે મારે મારા પિતાને મારા સસરાએ મારી છેડતી કરીને ઈજ્જત લૂંટવાની કોશિશ કરી હતી, એ વાત કરી હતી. મારા પિતાએ આ બાબતની અમારા પિયરના ગામના આગેવાનને વાત કરી હતી, જેથી તેમણે આ બાબતે કાયદેસરની ફરિયાદ કરવાનું કહ્યું હતું. પરિણીતાએ કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.