દેશ અને પાર્ટીના હીત માટે વાત રજુ કરવી વિદ્રોહ છે તો હુ વિદ્રોહી છુ: આનંદ શર્મા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, નવી દિલ્લી
કોંગ્રેસમાં સુધારને લઇ અવાજ ઉઠ્યા બાદમાં આરોપ પ્રત્યારોપ થયા કેટલાક આશ્વાસન આપવામાં આવ્યા અને ફરી વાત આવી જ ગઇ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 વરિષ્ઠ નેતાઓમાં સામેલ આનંદ શર્માને અત્યાર સુધી એ ખબર નથી કે સુધારની ગાડી કયારે ચાલશે.પત્ર વિવાદ બાદ પહેલીવાર કોઇ મીડિયાથી તેઓ રૂબરૂ થયા થોડોક ગુસ્સો થોડીક લાચારી ભરેલા આનંદ શર્માએ કહ્યું કે આજ પહેલા કોંગ્રેસ કયારેય આટલી નબળી ન હતી.

આનંદ શર્મા જણાવે છે કે બેઠકમાં સવાલ ઉઠાવનારા નેતાઓની સાથે જે કાંઇ થયું તે અભિયાન હતું. યુવા કોંગ્રેસમાં ચુંટણી શરૂ કરાવનારા રાહુલના નિર્ણય પર પણ સવાલ ઉઠાવે છે અને કહે છે હવે ત્યાં પરિવારવાદનો સિલસિલો ચાલુ થઇ ગહયો છે સંગઠનમાં આવા લોકો અમારા પર સવાલ ઉઠાવી રહ્યાં છે જે કયારે કોંગ્રેસને છોડીને ગયા હતાં.
તેમણે કહ્યું કે વિખરાયેલી સ્થિતિ અમે હાલમાં કોંગ્રેસમાં જાેયું અનિશ્ચિતતાની તેના પર અમે બધા ચિંતિત છીએ. મુખ્ય કારણ છે કે દેશમાં આજે ઉંડુ સંકટ છે રાજનીતિ અને પ્રજાતંત્રનો જે નેરેટિવ છે તેના પર ભાજપ અને આર.એસ.એસ.નો વિચાર આવ્યો છે અને તેનું વર્ચસ્વ વધ્યુ છે. જાે વિપક્ષ નબળુ હશે અને તેનું સીધુ નુકસાન આપણી સંસ્થાઓ,લોકોના આત્મવિશ્વાસ પર  પડશે છે અને ભારતના સામાન્ય નાગરિકના મૂળ અધિકારોમાં છે આ અમારી ચિંતાનું મુખ્ય કારણ હતું.

તેમણે કહ્યું કે પત્ર લખનારા પર વિદ્રોહના આરોપ લગાવાયા છે. જાે વિદ્રોહ શબ્દનો અર્થ બદલી દો કે સાચી તસવીર રજુ કરવી અને નિસંકોચ રાષ્ટ્ર હિત અને કોંગ્રેસના હિતમાં પોતાની વાત કહેવી બગાવત છે તો હું તેનો સ્વીકાર કરૂ છું સૌથી પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ગત વર્ષ કાર્યસમિતિની બેઠકમાં આત્મચિંતનની વાત કહી હતી તેનાથી કોંગ્રેસ મજબુત થશે નબળી નહીં.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.