બેન્કના કર્મચારીને ATM માં 38 લાખ રૂપીયા નાખવા મોકલ્યો તો પૈસા લઈ થયો ફરાર !

શેર કરવા અહીં ક્લિક કરો.

જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ એસબીઆઇ બેન્કનો કર્મચારીએ બેંકના એટીએમ મશીનમાં નાંખવાના 38 લાખ રૂપિયા મશીનમાં ન નાંખી પૈસા લઈને છુમંતર થઈ જતા બેન્ક મેનેજરે કર્મચારી સામે સીટી પોલીસ સ્ટેશનમાં ઉચાપતની ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

જૂનાગઢ રોડ પર આવેલ એસબીઆઇ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો વિજય દાણીધારીયા નામના કર્મચારીને આજે બપોરે બેંકના મેનેજર મનોજકુમારે બેંકના એટીએમ મશીનમાં 38 લાખ રૂપિયા મુકવા માટે આપ્યા હતા. ત્યારબાદ બપોરનો રીષેશનો સમય થતાં આ કર્મચારી વિજય જેતપુરની બાજુમાં જ આવેલ પોતાના ગામ વીરપુર જમવા માટે ગયો હતો. રીષેશ પુરી થઈ ગઈ અને ત્રણેક વાગવા આવ્યા, છતાંય વિજય હજુ ન દેખાતા મેનેજરે છ્‌સ્ મશીનમાં જઈને જાેયું તો સીડીએમ મશીનનો દરવાજાે ખુલ્લો હતો અને તેમાં પૈસાનું નામોનિશાન ન હતું. આ જાેઈ બેન્ક મેનેજરને પેટમાં ફાળ પડી એટલે તરત જ વિજયને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવ્યો. એટલે વારંવાર ફોન કર્યો પરંતુ દરેક વાર ફોન બંધ જ આવતાં. મેનેજરને વિજય ઉચાપત કરી ગયો હોવાનો અહેસાસ થયો. તેમ છતાં વિજય બેંકનો 13 વર્ષ જૂનો કર્મચારી હોવાથી થોડી રાહ જાેઈ અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

આ પણ વાંચો – ગુજરાતની બોર્ડર પર આવેલ માત્ર 7 ગામોમાં છેલ્લા 3 વર્ષમાં 324 કરોડનો દારૂ વેચાયો હોવાનુ અનુમાન !

વિજયનો કોઈ અતોપતો જ ન મળતા મેનેજરે પોલીસને જાણ કરી, બેન્કમાંથી 38 લાખ ગુમની પોલીસને જાણ થતાં જ સીટી પીઆઇ પી.ડી. દરજી પોતાના સ્ટાફ સાથે તરત જ બેંકે પહોંચી ગયા હતાં. અને મેનેજરને સાંભળી એટીએમમાં રહેલ સીડીએમ મશીનની તપાસ કરતા મશીનનો દરવાજાે ખુલ્લો નજરે પડ્યો હતો. જેથી પોલીસે બેન્કના કર્મચારી દ્વારા 38 લાખ રૂપિયાની ઉચાપતની મેનેજરની પાસેથી ફરીયાદ લેવા કામગીરી હાથ ધરી હતી.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.