મહેસાણામાં થયેલી IELTS પેપર લૂંટ કેસનો ભેદ ઉકેલાયો આરે, બી ડિવિઝન પોલીસે પંજાબથી એકને દબોચ્યો

February 17, 2022

— લૂંટમાં પંજાબના શખ્સો શામેલ હોવાની વિગતો પ્રકાશમાં આવી

ગરવી તાકાત મહેસાણા: મહેસાણા માલ ગોડાઉન રોડ ઉપર સરદાર પટેલ સંકુલમાં આવેલ બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડમાંથી ગત ગુરૂવારે રાત્રે 08:50 વાગે સ્કોર્પિયો કારમાં આવેલા લૂંટારૂઓએ ઓફિસમાં મેનેજર સહિત બે કર્મચારીઓને મારી IELTSના પેપર ની લૂંટ ચલાવી હતી. આ કેસમાં બી ડિવિઝન પોલીસે પંજાબથી એક શકમંદને ઉઠાવી લીધાની વિગતો પ્રકાશમાં આવી છે. તેમજ એકાદ-બે દિવસમાં પોલીસ બનાવનો ભેદ ઉકેલી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે.

બનાવની પોલીસમાં જાહેરાત થતાં જ કંટ્રોલ રૂમ દ્વારા ચારેતરફ નાકાબંધી કરાતા આવી હતી. છતાં લૂંટારૂઓને મહેસાણા બહાર જતા રોકવામાં સફળતા સાંપડી ન હતી. એ દરમિયાન મહેસાણા બી ડિવિઝન અને એલસીબીએ ઊંડી તપાસ હાથ ધરી હતી. આ લૂંટમાં સ્થાનિક અને પંજાબના શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતાં તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ પીઆઈ ઘેટિયા પોતાના સ્ટાફ સાથે પંજાબ ખાતે દોડી ગયા હતા.

મહેસાણા પોલીસે પંજાબના ભટીંડા અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરી લૂંટના ગુનામાં સંડોવાયેલા મનાતા એક શકમંદને ઉઠાવી લીધો હતો. જેની પૂછપરછ માટે મહેસાણા લાવવામાં આવ્યો છે, જો કે પૂછપરછમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા જોવાઇ રહી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0